લોકસભાની ચૂંટણીના મતદાન માટે અભેદ્ય સુરક્ષાકવચ સાથે પોલીસ તૈનાત રહેશે

રાજકોટ શહેર-જિલ્લામાં 7 IPS સહિત 6000 જવાનોનો લોખંડી બંદોબસ્ત

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 04:50 PM
રાજકોટ શહેરમાં સીપી, એડીસીપી સહિત 6 આઇપીએસ, 8 એસીપી, 26 પીઆઈ, 65 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 4 ટુકડી સહિત 3100 જવાનો ખડેપગે રહેશે
સાંજ સમાચાર

►રાજકોટ ગ્રામ્યમાં એસપી, એએસપી, એમ બે આઇપીએસ, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 50 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 5 ટુકડી સહિત 3000 જવાનો ખડેપગે રહેશે

►રાજકોટ ગ્રામ્ય પોલીસને રાજકોટ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક બંનેમાં ફરજ બજાવવી પડશે: જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ ત્રણ વિધાનસભા સીટનો પોરબંદરમાં સમાવેશ થાય છે

રાજકોટ, તા.6
આવતીકાલે લોકશાહીનું મહાપર્વ એટલે કે, ચૂંટણી છે. જેને લઈ રાજકોટમાં પ્રચાર તેની અંતિમસીમાએ છે તો સાથે પોલીસ પર સુરક્ષા વ્યવસ્થાને લઈ તેમની અંતિમ તૈયારીઓ કરી ચૂક્યું છે. મતદાન બુથો પર લોકસભાની ચૂંટણીના મતદાન માટે અભેદ્ય સુરક્ષાકવચ સાથે પોલીસ તૈનાત રહેશે. રાજકોટ શહેર-જિલ્લામાં 7 આઇપીએસ સહિત આશરે 6000 જવાનોનો લોખંડી બંદોબસ્ત રહેશે. રાજકોટ શહેરમાં સીપી, એડીસીપી સહિત 6 આઇપીએસ, 8 એસીપી, 26 પીઆઈ, 65 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 4 ટુકડી સહિત 3100 જવાનો ખડેપગે રહેશે.

જ્યારે રાજકોટ ગ્રામ્યમાં એસપી, એએસપી, એમ બે આઇપીએસ, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 50 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 5 ટુકડી સહિત અંદાજે 3000 જવાનો ખડેપગે રહેશે. રાજકોટ ગ્રામ્ય પોલીસને રાજકોટ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક બંનેમાં ફરજ બજાવવી પડશે. જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ ત્રણ વિધાનસભા સીટનો પોરબંદરમાં સમાવેશ થાય છે.રાજકોટ જિલ્લાની હદમાં રાજકોટ લોકસભા અને પોરબંદર લોકસભા એમ બંને લોકસભા સીટો સામેલ છે.

10 - રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો, આ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ર્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય, 72-જસદણ. જ્યારે જિલ્લામાં આવતા 73-ગોંડલ, 74-જેતપુર અને 75-ધોરાજી વિધાનસભા વિસ્તાર 11-પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવે છે.

લોકસભાની ચૂંટણીને લઈ રવિવારે સાંજે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ વિશાળ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આશરે વીસેક કાર, સાયરનના અવાજ સાથે નીકળી હતી. આ ફ્લેગ માર્ચ પોલીસ હેડ કવાર્ટર થઈ, રેસકોર્સ રિંગ રોડથી કિશાનપરા ચોક, રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક વગેરે વિસ્તાર ફરી પરત હેડ કવાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ઝોન - 1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન - 2 સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી સર્વે બી.વી. જાધવ, રાધિકા ભારાઇ, આર.એસ.બારીયા, બી.જે. ચૌધરી, એસીપી ક્રાઇમ બી.બી. બસીયા, એસીપી ટ્રાફિક જે.બી. ગઢવી, હેડ કવાર્ટર એસીપી એમ.આઇ. પઠાણ, ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એસઓજી પીઆઈ જે.એમ. કૈલા, પીસીબી પીઆઈ એસ.એસ. રાણે, પીઆઈ સર્વે વી.આર.પટેલ, આર.જી.બારોટ, એસ.એમ.જાડેજા, એન.જી.વાધેલા, એમ.એમ.સરવૈયા, જે.આર.દેસાઇ, બી.એમ.ઝણકાટ, બી.ટી.અકબરી, ડી.એમ.હરિપરા, વી.આર.રાઠોડ, આઇ.એન.સાવલીયા, એન.આઇ. રાઠોડ, એ.બી. જાડેજા, જે.એસ. ગામીત, એસ.કે. જાડેજા, બી.બી. જાડેજા, બી.પી. રજયા, એમ.જી. વસાવા, એમ.એ. ઝણકાટ, કે.જે. મકવાણા સહિતના જોડાયા હતા.

►રાજકોટ શહેરમાં બંદોબસ્ત
રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી માટે 1 એડીજી કક્ષાના અધિકારી, 1 ડીઆઈજી કક્ષાના અધિકારી, 4 એસપી (ડીસીપી) કક્ષાના અધિકારી, 8 ડીવાયએસપી (એસીપી) કક્ષાના અધિકારી, 26 પીઆઈ, 65 પીએસઆઇ, 1222 એએસઆઈ - હેડ કોન્સ્ટેબલ - એલઆરડી, 1374 હોમ ગાર્ડસ અને સીએપીએફ પેરા મિલેટ્રી ફોર્સની 4 ટુકડીઓ ખડેપગે રહેશે.

►રાજકોટ લોકસભા મતદારો
રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ 2236 મતદાન બુથો છે. જેમાંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે : આ લોકસભા બેઠકમાં કુલ 21,12,273 મતદારો છે. જેમાં 10,93,626 પુરૂષ મતદારો, 10,18,611 મહિલા મતદારો અને 36 ટ્રાન્સ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.

►નવનિયુક્ત આઇપીએસ આયુષ જૈન પણ ચૂંટણી ફરજમાં જોડાયા
હાલમાં જ નવનિયુક્ત થયેલા આઇપીએસ અધિકારી આયુષ જૈન પણ ચૂંટણી ફરજમાં જોડાયા છે. તેઓ હાલ પ્રોબેશન પિરિયડમાં રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવે છે. 

►રાજકોટ ગ્રામ્યમાં બંદોબસ્ત
આ તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસના બંદોબસ્તની વાત કરીએ તો, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા એસપી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ બે આઇપીએસ, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 50 પીએસઆઇ, એએસઆઈ - હેડ કોન્સ્ટેબલ - કોન્સ્ટેબલ મળી 1200 પોલીસ જવાન અને હોમગાર્ડ-જીઆરડીના આશરે 1500 જવાન તેમજ સીએપીએફ પેરા મિલેટ્રી ફોર્સની 5 ટુકડીઓ ખડેપગે રહેશે.ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી એચ.એસ.રત્નુ, કે.જી.ઝાલા, આર.એ.ડોડીયા, એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઇ ડી.જી. બડવા, પીએસઆઇ એચ. સી. ગોહિલ, એસઓજી પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઇ બી.સી. મિયાત્રા, જુદા જુદા પોલીસ મથક અને સર્કલ પીઆઈ સર્વે ટી.બી. જાની, એલ.આર.ગોહિલ, એ. એમ. હેરમા, એસ.સી.ડામોર, જે.પી.ગોસાઇ, બી.એલ.રોહિત, એચ.એન.રાઠોડ, પીએસઆઇ સર્વે એસ.જે.રાણા, એમ.એચ.યાદવ, કે.એ.ગોહિલ, વી.બી.વસાવા, પી.એચ.જાડેજા, એચ.એચ.વાજા, વાય.બી.સરવૈયા, જે.એમ.ઝાલા, ડી.પી.ઝાલા,  બી.ડી.પરમાર, કે.વી.પરમાર, આઇ.ડી.જાડેજા, આર.એચ.સાકંળીયા, જી.જે.ઝાલા, આર.કે.ગોહિલ, જે.એસ સીસોદીયા, કે.એસ.ગરચર, ડી.એચ.રાખોલીયા, આર.વી.ભીમાણી, કે.એમ.ચાવડા, વી.એમ.ડોડીયા, એમ.જે પરમાર વગેરે જોડાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj