રાજકોટ લોકસભાની બેઠક માટે 348 ઉમેદવારી ફોર્મ ઉપડયા બાદ આજે બપોર સુધીમાં માત્ર 25ના નોમીનેશન

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 19 April, 2024 | 04:17 PM
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ ખેલાશે : બીએસપી, બહુજન મુકિત પાર્ટી તેમજ આઠથી વધુ અપક્ષ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 19
રાજકોટ લોકસભાની બેઠક ઉપર નામાંકન પ્રક્રિયાના અંતિમ દિવસે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં વધુ 6 ફોર્મ ઉપડતા ઉમેદવારી ફોર્મનો કુલ આંકડો 348 પર પહોંચી ગયો છે જયારે તેની સામે આજે બપોર સુધીમાં માત્ર 13 ઉમેદવારોના 25 નામાંકન પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થવા પામેલ છે. 

જેમાં ભારતીય જનતા પક્ષના પરસોતમભાઇ રૂપાલા તેમના ડમી તરીકે મોહનભાઇ કુંડારીયા તેમજ બહુજન સમાજ પાર્ટીના ચમનભાઇ સવસાણી, બહુજન મુકિત પાર્ટીના પ્રકાશભાઇ સિંધવ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પરેશભાઇ ધાનાણી તેમના ડમી ડો. હેમાંગ વસાવડા તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે સર્વશ્રી અમરદાસ દેસાણી, ભાવેશભાઇ આચાર્ય, નયનકુમાર ઝાલા, નિલેશકુમાર અજાગીયા, સોની મહાજન નરેન્દ્રભાઇ અમૃતલાલ, લોહાર જીજ્ઞેશભાઇ રાજેશભાઇ તથા વેગડા રામજીભાઇ ગોવિંદભાઇ તેમના નામાંકન પત્ર ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી સમક્ષ રજૂ કરી ઉમેદવારી નોંધાવી છે. 

અહીં એ ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીનુું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ કુલ 13ર વ્યકિતઓએ 348 જેટલા  ઉમેદવારી ફોર્મ કલેકટર કચેરીમાંથી ઉપાડયા હતા. જેની સામે આજે ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના અંતિમ દિવસે બપોર સુધીમાં 13 ઉમેદવારોના 25 નામાંકન પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થવા પામેલ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj