વિપક્ષના ઉમેદવારને કોઇ જોયે ઓળખતુ નથી ત્યારે મોરબીમાં કચ્છ-મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઇ ચાવડાનો ઝંઝાવાતી શાનદાર રોડ શો યોજાયો: ઠેરઠેર 42 સમાજ દ્વારા સ્વાગત

આપણું રામ મંદિર-અખંડ ભારતનું સપનું મોદી સાહેબે સાકાર કર્યું, હવે મોદી સાહેબના 400 પારના સપનાને આપણે સાકાર કરવાનું છે: વિનોદભાઈ ચાવડા

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Morbi | 01 May, 2024 | 11:58 AM
કોંગ્રેસ કોઈ કામ કરવાની નથી, આજે દેશના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે છે: કાંતિભાઈ અમૃતિયા, કચ્છ-મોરબી બેઠકમાં મોરબી માળીયા વિધાનસભા બેઠકની એક લાખથી વધુની લીડ નિશ્ર્ચિત: જયંતીભાઈ પટેલ, દેશની સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતી માટે કચકચાવીને ભાજપ તરફી મતદાન કરવા મતદારોને વિનોદભાઇ ચાવડાની અપીલ, મોરબીના ચાર વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.1
લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગઇકાલે કચ્છ મોરબીના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાયો હતો ત્યારે ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને મોરબીના માર્ગો ઉપર વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જુદાજુદા સમાજના આગેવાનો સાથે ધારાસભ્ય કાંતિભાઈને ત્યાં બેઠક યોજાઇ હતી.

મોરબીના જુદાજુદા ચાર વોર્ડમાં ચૂંટણી કાર્યલયના ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું ત્યારે વિનોદભાઇ ચાવડાએ કહ્યું હતું કે, આપણું રામ મંદિર અને અખંડ ભારતનું સપનું મોદી સાહેબે સાકાર કયું છે હવે મોદી સાહેબનું 400 પારનું સપનું આપણે સાકાર કરવાનું છે અને આ ચૂંટણીમાં દેશીની સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતી માટે કચકચવીને ભાજપ તરફી મતદાન કરવા તેઓએ મતદારોને અપીલ કરી હતી.

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર ઝુંબેશને છેલ્લા તબબ્કામાં ચાલી રહ્યો છે અને વધુમાં વધુ મતદારો સુધી ભાજપના ઉમેદવાર પહોચી રહ્યા છે. ત્યારે મોરબીમાં ગઇકાલે કચ્છ-મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં મોરબીના શનાળા રોડે બનાવવામાં આવેલ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધીના રોડ-શો યોજાયો હતો.

જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા અને રિશીપભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મોરબીના શનાળા રોડ, રામચોક, હોસ્પિટલ ચોક, નવાડેલા રોડ, પરાબજાર, નગર દરવાજા ચોક અને દરબાર ગઢ સુધીના રોડ શો માં ઠેરઠેર તેમનું જુદાજુદા સમાજ અને સંગઠનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને મોરબીના માર્ગો ભારત માતાકી જય, વંદે માતરમ તથા જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા ત્યાર બાદ મોરબીના વોર્ડ નંબર 2, 4, 8 અને 10 માં વિનોદભાઇ ચાવડાની હાજરીમાં ચૂંટણી કાર્યલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે કોઈ કામ કર્યા નથી અને કરવાની નથી આગામી સમયમાં ભાજપ દ્વારા જ લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવનાર છે અને અનેકવિધ વિકાસના કામો કરવાના છે. વળી સમગ્ર ભારતમાં માત્ર છ સાંસદ જ એવા છે જે ત્રીજી વખત સંસદની ચૂંટણી લડે છે અને મોદી સાહેબ સહિત છ પૈકી વિનોદભાઈનો પણ તેમાં સમાવેશ થાય છે તે મોરબી માટે ગૌરવની વાત છે.

ત્યારે મોદી સાહેબનું સપનું સાકાર કરવા માટે અને રાષ્ટ્રના હિત માટે આ ચૂંટણીમાં ભાજપ તરફથી મતદાન કરવામાં આવે અને મોરબી જિલ્લાને લાગુ પડતી કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટ બેઠક ઉપર ભાજપનું કમળ ખીલે એવું મતદાન કરવા માટે થઈને અપીલ કરી હતી તો ભાજપના આગેવાન જયંતીભાઈ પટેલ દ્વારા કચ્છ લોકસભા બેઠકમાં જે 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે તેમાં સૌથી વધુ લીડ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં મળે અને એક લાખથી વધુની લીડ આ બેઠકમાંથી ભાજપને મળે તે માટે થઈને સૌ કોઈએ ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરાવ માટે થઈને અપીલ કરી હતી.

કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ સભાને સંબોધતા કહ્યું હતું કે મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા જેવા ધુરંધર ધારાસભ્ય અને તેઓની ટીમ કામ કરી રહી હોય ત્યારે ભાજપને અકલ્પનીય લીડ મોરબી વિધાનસભા બેઠકમાંથી મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.જોકે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તેમાં મોરબી અને માળિયા તાલુકાના લોકોનો પણ વધુમાં વધુ સહયોગ હોય અને વર્ષોથી જે કામ ન થયા હતા તે ઐતિહાસિક કામ છેલ્લા દાયકામાં થયા છે.

આગામી વર્ષોમાં પણ આવા જ લોકહિતના અને લોક કલ્યાણકારી કામ થાય તેના માટે થઈને મોદી સાહેબના નેતૃત્વ માટે કચકચાવીને ભાજપ તરફથી મતદાન કરવા અપીલ કરવા માટે આવ્યો છું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણું 500 વર્ષ જૂનું રામ મંદિર બનાવવાનું સપનું તેમજ અખંડ ભારતનું સપનું, 370 ની કલમ હટાવીને મોદી સાહેબે પૂરું કર્યું છે ત્યારે આ ચૂંટણીમાં 400 પારનું નરેન્દ્ર મોદી સાહેબનું સપનું આપણે સૌએ સાથે મળીને સાકાર કરવાનું છે અને આ વખતે કેન્દ્રમાં ભાજપની સરકાર બાદ મોરબીનો બમણી ગતિએ વિકાસ થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

ઉમા ટાઉનશિપ ખાતે 42 સમાજના આગેવાનો સાથે વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ
કચ્છ-મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઇ ચાવડા ગઇકાલે મોરબીની મુલાકાતે આવ્યા હતા ત્યારે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપ ખાતે બ્રહ્મ સમાજ, ગઢવી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, રઘુવંશી સમાજ, સાધુ સમાજ, રાવળદેવ સમાજ, વ્યાસ સમાજ, બારોટ સમાજ, રામાનંદી સમાજ, કોળી સમાજ, સોની સમાજ, કંસારા સમાજ, ભાટિયા સમાજ, મોઢવાણિક સમાજ, દરજી સમાજ, મોચી સમાજ, રાજપુત ખવાસ સમાજ, ખોજા સમાજ, સુથાર સમાજ, લુહાર સમાજ, જૈન સમાજ, સિંધી સમાજ, મહેશ્વરી સમાજ, ભાનુશાળી સમાજ, ભાવસાર સમાજ, વોરા સમાજ, કડિયા સમાજ અને આહિર સમાજ, દેવીપૂજક સમાજ, સતવારા સમાજ સહિત 42 જેટલા જ્ઞાતિ સમાજના આગેવાનો સાથે મોટિંગ કરી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj