IPL માં ઘર આંગણે ટીમની જીતનો સિલસિલો યથાવત રહ્યો : રાજસ્થાને દિલ્હીને 12 રનથી હરાવ્યું

India, Sports | 29 March, 2024 | 10:32 AM
રોયલ્સની સતત બીજી જીત, રિયાન પરાગે 45 બોલમાં અણનમ 84 રન બનાવ્યા; આવેશ ખાનની ડેથ ઓવર્સમાં સટીક બોલિંગ
સાંજ સમાચાર

જયપુર,તા.29 
રાજસ્થાન રોયલ્સ (RR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 9મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 12 રનથી હરાવ્યું હતું. આ સાથે આઈપીએલ 2024 માં હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવનાર ટીમનો સિલિસ્લો યથાવત રહ્યો છે. 

છેલ્લી ઓવરમાં આવેશે 17 રન ડિફેન્ડ કર્યા :
છેલ્લી ઓવરમાં દિલ્હીને 17 રન જીત કરવાના હતા ત્યારે આવેશ ખાનના ફુલ લેન્થ બોલથી રાજસ્થાન રોયલ્સે વર્તમાન સિઝનમાં સતત બીજી જીત હાંસલ કરી છે. જ્યારે દિલ્હીને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 19મી ઓવરમાં સંદીપ શર્માએ 15 રન આપ્યા.

ટીમને 2 ઓવરમાં 32 રનની જરૂર હતી. સંદીપની ઓવર નાખવા આવેલા ટ્રિસ્ટન સ્ટબ્સે તેના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને ઓવરની શરૂઆત કરી હતી. ત્રીજા બોલ પર સિંગલ આવ્યો.

જ્યારે, અક્ષરે ચોથા બોલ પર ફરીથી સિંગલ લીધો. ટ્રિસ્ટન પાંચમા બોલ પર ફરીથી ક્રિઝ પર આવ્યો અને પછી એક રન લઈને અક્ષરને છેલ્લા બોલે સ્ટ્રાઈક આપી. અક્ષરે છેલ્લા બોલ પર બે રન લીધા હતા.

રાજસ્થાને છેલ્લી ઓવરમાં 25 રન બનાવ્યા, રિયાને સતત પાંચ બાઉન્ડરી ફટકારી :
રોયલ્સની ઇનિંગની છેલ્લી ઓવર નાખવા આવેલા એનરિક નોર્કિયાએ 25 રન ખર્ચ્યા હતા. આ ઓવરમાં રિયાન પરાગે સતત 5 બાઉન્ડરી ફટકારી હતી.

તમામ 9 મેચમાં હોમ ટીમ જીતી છે  
અત્યારસુધી આઈપીએલ 2024 માં તમામ 9 મેચ જીતનાર ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર રમી હોય તે જ જીતી છે. ગઈકાલે પણ તે જ સિલસિલો યથાવત રહ્યો જ્યારે રાજસ્થાન રોયલ્સ જયપુરમાં દિલ્હી કેપિટલને હરાવ્યું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj