ચૂંટણીમાં રાજકોટ ગ્રામ્ય પોલીસનો કડક બંદોબસ્ત : એસપી સવારથી જ ફિલ્ડમાં

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 10:28 AM
◙ વહેલી સવારે 6.00 વાગ્યામાં પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ ફરજ પર લાગી ગયા હતા, જુદી જુદી ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરાયું
સાંજ સમાચાર

◙ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સંવેદનશીલ બુથો પર કોઈ અઘટિત ઘટના ન બને તે માટે એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા ખાસ નજર રખાઈ

રાજકોટ, તા.7
ચૂંટણીમાં રાજકોટ ગ્રામ્ય પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. સવારથી જ ખુદ જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ ખુદ ફિલ્ડમાં રહ્યા હતા. સંવેદનશીલ બુથોની વિઝીટ કરી હતી. હાજર સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. બુથ પર વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય છે તેની ખરાઈ કરી હતી.

પોલીસ તંત્ર જણાવ્યા મુજબ, લોકસભા સામાન્ય ચુંટણી-2024 અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મતદારો શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સી.એ.પી.એફ. કંપનીના જવાનો તથા પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર સમયાંતરે ફલેગ માર્ચ અને એરીયા ડોમીનેશન કરવામાં આવેલ હતું. તેમજ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પોલીસના વિસ્તારમાં 1- ડી.આઇ.જી.પી., 01-એ.એસ.પી., 4-ડી.વાય.એસ.પી., 19 પીઆઈ, 58 પીએસઆઇ, 1286 એએસઆઈ - હેડ કોન્સ્ટેબલ, એલઆરડી સહિતના પોલીસ કર્મચારીઓ, 1557-હોમગાર્ડ-જી.આર.ડી.ના જવાનો, 75-એસ.આર.પી. તેમજ 8-સી.એ.પી.એફ. કંપનીઓ બંદોબસ્તમાં કાર્યરત રહેનાર છે.

અગાઉ રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક તેમજ રાજકોટ જિલ્લાના નાયબ પોલીસ અધિકક્ષ જયપાલસિંહ રાઠોડ તથા તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારના શહેર તથા ગામડાઓની મુલાકાત કરી મતદારોને 100 ટકા મતદાન કરવા સમજ કરવામાં આવેલ છે. તેમજ કાયદો અને વ્યવસ્થાને પહોંચી વળવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સક્ષમ અને પુરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

તે બાબતે તમામ રહેવાસીઓને ખાતરી પણ આપવામાં આવેલ હતી. આમ આજે સવારથી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં 3200 જેટલા જવાનો ખડેપગે રહ્યા હતા.

ફરજ સાથે માનવતા મહેકાવતી પોલીસ
રાજકોટ: આજે લોકસભાની ચૂંટણીના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા એસપી નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારથી સ્ટાફ બુથ પર ગોઠવાઈ ગયો હતો.

અહીં આવતા વૃદ્ધ લોકો માટે પોલીસ જવાનો ટેકો બન્યા હતા. વ્હિલચેર પર મતદારોને મત કુટિર સુધી પહોંચાડવા મદદ કરી હતી. કેટલાક મતદારોને તેડીને મતદાન કુટિર સુધી પહોંચાડ્યા હતા. સમગ્ર મતદાન પ્રક્રીયા પોલીસ જવાનોએ પ્રસંશનિય કામગીરી કરી હતી. ફરજ બજાવવા સાથે માનવતા પણ મહેકાવતી હતી.

પડધરીમાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ, પોલીસે બંદોબસ્ત જાળવ્યો
રાજકોટ: જિલ્લાના પડધરી ખાતે આજે વહેલી સવારે 7 વાગ્યામાં જ મતદાન મથકો પર મતદારો ઉમટી પડ્યા હતા. મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તરફ પડધરી પીએસઆઇ જી. જે. ઝાલા સહિતનો સ્ટાફ, અને અર્ધ લશ્કરી દળોએ બંદોબસ્ત જાળવ્યો હતો. વધુ મતદાન થાય તે માટે પડધરી સરપંચ ડો.વિજયભાઈ પરમાર, આગેવાનો કિશોરભાઈ ડોડીયા, માયાભાઈ, દીપેશ પરમાર વેગેરેએ પ્રયત્નો હાથ ધર્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj