સંઘ વડા ભાગવત અંબાણી પરિવારના મહેમાન: અનંતે ચરણસ્પર્શ કર્યા

India | 29 June, 2024 | 10:35 AM
લગ્નપ્રસંગ પૂર્વે વીવીઆઈપી સાથેનું ફોટોશુટ પણ જાજરમાન
સાંજ સમાચાર

મુંબઈ,તા.29
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત  શુક્રવારે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી  ના ઘરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પહેલાથી જ મોહન ભાગવતના સ્વાગત માટે ગેટ પર હાજર હતા અને મોહન ભાગવત પહોંચતા જ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીના લગ્ન પહેલા તમામ મોટા વીઆઈપી સાથે ફોટોશૂટ  ચાલી રહ્યું છે અંતર્ગત મોહન ભાગવત અંબાણીના ઘરે એન્ટિલિયા પહોંચ્યા હતા.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર મેગા સેલિબ્રેશન શરૂ થઈ રહ્યું છે. આ પહેલા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની  ખૂબ ચર્ચા થઈ હતી. હવે તેમના લગ્નની ઉજવણીનો વારો છે.

અનંત અંબાણી  અને રાધિકા મર્ચન્ટના લગ્ન આવતા મહિને એટલે કે 12મી જુલાઈના રોજ થવાના છે, પરંતુ તેના માટે સેલિબ્રિટીઝની ભીડ અત્યારથી જ આવવા લાગી છે. લગ્નનો આ ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં જ યોજાનાર છે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદનો કાર્યક્રમ અને 14મી જુલાઈએ તેમનું ભવ્ય સ્વાગત થશે.

અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના નાના પુત્ર છે અને મુંબઈમાં એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ  અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ વર્ષની શરૂઆતમાં જામનગરમાં આયોજિત પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં વિશ્વભરમાંથી અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. આ અવસર પર બિઝનેસ જગત, બોલિવૂડ અને હોલીવુડના સ્ટાર્સે ભાગ લીધો હતો, જે બાદ તે યાદગાર સમારોહ બની ગયો હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj