સોનુ નિગમે ગઈકાલે રોઝ વોટર અને ગુલાબની પાંખડી દ્વારા આશા ભોસલેના પગ ધોયા હતા. પદ્મવિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણ આશા ભોસલે પર લખવામાં આવેલી બુક ‘સ્વરસ્વામીની આશા’ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ બુકમાં 90 લેખકો દ્વારા આશા ભોસલે વિશે લખવામાં આવેલા 90 આર્ટિકલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમ જ એમાં આશા ભોસલેના ભાગ્યે જ જોવા મળેલા ફોટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈવેન્ટ વિલે પાર્લેમાં આવેલા દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં રાખવામાં આવી હતી. આ ઈવેન્ટમાં સોનુ નિગમે પોતાનાં ગુરુસમાન આશા ભોસલેના પગ ધોયા હતા.
જેકી શ્રોફ પણ આ ઈવેન્ટમાં હાજર હતો અને તેણે આશા ભોસલેને પ્લાન્ટ ગિફટ કર્યો હતો. આ ઈવેન્ટમાં હૃદયનાથ મંગેશકર, ભારતી મંગેશકર, આશિષ શેલાર, અશોક સરાફ, પુનમ ઢિલ્લોન, સુરેશ વાડકર અને સુદેશ ભોસલે જેવી ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy