સાવધાન! ઈન્સ્ટાગ્રામ-ટેલીગ્રામ પરની અજાણી લીંક બેંક બેલેન્સ સાફ કરી નાખશે: સાઈબર ક્રાઈમનું એલર્ટ

India, Technology | 27 March, 2024 | 11:46 AM
મિત્રતા કેળવી, થોડી કમાણી કરાવીને ગઠીયાઓ નાણાં ખંખેરી જતા હોવાના વધતા કિસ્સા
સાંજ સમાચાર

અમદાવાદ,તા.27
ઈન્સ્ટાગ્રામ ટેલીગ્રામ જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર આવતી અજાણી ચાઈનીઝ લીન્ક બેંક જે તે વ્યકિતનું બેંક ખાતુ સાફ કરી શકે છે. સાયબર ક્રાઈમ આચરતા ગઠીયા વ્યકિતને કોઈ અજાણી લીંક મોકલતા હોય છે. જેમાં વ્યકિતને એક ટાસ્ક આપવામાં આવતો હોય છે.

આ ટાસ્ક પુરો કરવા માટેના નજીવા રૂપિયા પણ આપતા હોય છે અને આ જ નજીવા રૂપિયાની લાલચમાં આવીને વ્યકિત લાખોના ખાડામાં ઉતરી જાય છે. વ્યકિતનું બેંક બેલેન્સ પણ સાફ થઈ શકે છે. આ પ્રકારના કિસ્સા ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ સમક્ષ આવી રહ્યા છે.

આ પ્રકારે છેતરપીંડી કરનારા લોકો સૌ પ્રથમ ઈન્સ્ટાગ્રામ કે ટેલીગ્રામ પર લીન્ક સેન્ડ કરે છે. બાદમાં મિત્રતા વધારવા માટે સામાન્ય વાતચીત કરે છે.વિશ્વાસ આવી ગયો છે તેવુ જાણ્યા બાદ ઠગ ટોળકી દ્વારા એક ટાસ્ક આપવા આવે છે.

થોડા મહિના બાદ ઈન્વેસ્ટમેન્ટ અંગેની લોભામણી લાલચ આપીને કેટલીક ચોકકસ ચાઈનીઝ એપ્લીકેશનમાં વધુ વળતર મળશે તેવી લાલચ આપીને રોકાણ કરાવતા હોય છે. બાદમાં ઠગ ટોળકીનાં સાગરીતો બીજા થોડા રૂપિયાનુ રોકાણ કરવુ પડશે તો જ બાકીના રૂપિયા લઈ શકશે તેવો એરર મેસેજ મોકલે છે. બાદમાં તેમની પાસેથી પૈસા પડાવી લેવાય છે.

ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડથી બચવા શું કરવુ જોઈએ તે અંગે સ્ટેટ સાયબર ક્રાઈમનાં ઉચ્ચાધિકારીએ જણાવ્યું કે જરૂરીયાત પુરતો જ સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરવો જોઈએ. એ બાબતનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ કે કયારેવ તમને કોઈ વ્યકિત ઘેર બેઠા રૂપિયા આપી નહિં જાય.રૂપિયા મેળવવા માટે મહેનત કરવી ખુબ જ જરૂરી છે.સોશ્યલ મીડીયા પર અજાણી વ્યકિત કોઈ રિકવેસ્ટ મોકલે તો તેને સ્વીકારવી જોઈએ નહિં અને વાતચીત તો બિલકુલ કરવી જોઈએ નહિં. અજાણી લીન્કને તો કયારેય ઓપન કરવી જોઈએ નહિં.

આ 11 પ્રકારે ફ્રોડ થાય છે

પ્રકાર 1: ઈન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામ પર લીન્ક મોકલીને વાતચીત કરીને મિત્રતા કેળવવામાં આવે છે.
પ્રકાર 2: એક ટાસ્ક આપવામાં આવે છે તે ટાસ્કમાં કોઈપણ વેબસાઈટમાં રેટીંગ આપવાના છે.જો સુચના મુજબ રેટીંગ આપી દો તો રૂપિયા 100 કે 200 જીતી ગયા છો તેવુ કહે છે
પ્રકાર 3: વ્યકિતનું નામ ફોન નંબર તથા બેંક એકાઉન્ટ નંબરની વિગતો રૂપિયા ટ્રાન્સફર કરવા માટે માગવામાં આવે છે.
પ્રકાર 4: બીજા અલગ અલગ ટાસ્ક આપીને રકમમાં વધારો કરવામાં આવે છે.
પ્રકાર 5: ચેટ બોકસ મારફતે તમે ઈન્વેસ્ટમેન્ટ કરો છો તેમ પૂછવામાં આવે છે.
પ્રકાર 6: ઈન્વેસ્ટમેન્ટ કરશો એક સ્કીમ છે. અમારી એપ્લીકેશન છે તેમાં સારૂ વળતર મળશે તેમ કહીને ટેલીગ્રામનાં ગ્રુપમાં એડ કરવામાં આવે છે.
પ્રકાર 7: ટેલિગ્રામ ગ્રુપમાં સ્ટોક માર્કેટ સહીતનો બીજા અનેક પ્રકારના રોકાણ અંગેની ગ્રુપમાં વાતચીત થતી હોય છે.
પ્રકાર 8: લોકોને વળતર વધુ મળ્યુ છે તેવા મેસેજ ગ્રુપમાં આપ-લે કરાતા હાયે છે.
પ્રકાર 9: બાદમાં લીંક મોકલીને ચાઈનીઝ સર્વરને કનેકટ હોય તેવી લીંક ઈન્સ્ટાગ્રામમાં મોકલવામાં આવે છે અને તેને ડાઉનલોડ કરાવવામાં આવે, છે.
પ્રકાર 10: શરૂઆતમાં વળતર આપવામાં આવે છે જેથી લોકો વધુ રોકાણ કરે.
પ્રકાર 11: વધુ રોકાણ થઈ ગયા બાદ બહાર નીકળવા માટે વધુ રૂપિયાનું રોકાણ કરવુ પડશે તેમ કહેવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj