કોંગ્રેસે 64 વર્ષ શું કર્યુ? સનાતન ધર્મનું ગૌરવ ફરી દેશવાસીઓને અપાવતા નરેન્દ્રભાઇ મોદી

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 03:30 PM
ગુજરાતમાં ભાજપના શાસનમાં શાંતિ સાથે રામ રાજયનો અનુભવ : તોફાન અને કફર્યુના દિવસો ભાજપે દુર કર્યા
સાંજ સમાચાર

►રામ મંદિર માટે કોંગ્રેસ કેમ સુપ્રિમ કોર્ટમાં જતી ન હતી?  હજુ ‘ખીચડી સરકાર’ જ બનાવવા વિપક્ષના નબળા ઇરાદા

►અમરનાથ યાત્રા અને ચાર ધામ યાત્રાને દાયકાઓ બાદ મળી સુરક્ષા : કલમ 370 રદ્દ કરી કાશ્મીરને ફરી દેશ સાથે જોડયું

►સુરત અને ઇન્દોરમાં તો ભાજપનું ખાતુ પણ ખુલી ગયું : પછાત વર્ગને હકકો અપાવવામાં પણ કોંગ્રેસના નબળા ઇરાદા આડે આવ્યા

રાજકોટ, તા. 6
રાજકોટ સહિત ગુજરાતની રપ અને દેશના અન્ય રાજયોમાં તબકકાવાર યોજાતી ચૂંટણી માટે આવતીકાલે મંગળવારે  મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મતદાન થવાનું છે ત્યારે દેશમાં 64 વર્ષ સુધી રાજ કરનાર કોંગ્રેસને પ્રજા અને રાષ્ટ્રના વિકાસ માટે ઉદાર તથા મજબુત પગલા લેતા કોણ રોકતું હતું તેવો વેધક સવાલ આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ કર્યો છે. સાથે જ તેઓએ કોંગ્રેસ શાસનના કફર્યુ કાળના દિવસો પણ યાદ કરાવ્યા હતા. 

આજે ‘સાંજ સમાચાર’ કાર્યાલયની મુલાકાત વખતે તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પદે પ્રથમ વખત ભાજપ સરકારના સ્વ.કેશુભાઇ પટેલે જવાબદારી સંભાળી તે પહેલા ગુજરાતના હૃદય એટલે કે અમદાવાદ તથા અન્ય નાના મોટા શહેરોમાં તોફાનોને કારણે છાશવારે કફર્યુ લાગી જતા હતા. આવી હાલત સામે પગલા લેવામાં કોંગ્રેસ  સફળ થતી ન હતી તે પણ શંકા ઉભી કરે તેવી બાબત છે. આ બાદ નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એટલે સમગ્ર ગુજરાતમાં શાંતિની સ્થાપના થઇ હતી અને તોફાન તથા કફર્યુ ભુતકાળ બન્યા છે. આવા કોઇ કામ કોંગ્રેસ  કરવા માંગતી ન હતી તેવું સાબિત થયું હતું. 

ઇતિહાસ પર નજર ફેરવતા તેઓએ કહ્યું હતું કે, 1947માં બંધારણ લાગુ થયું ત્યારથી પછાત વર્ગને અધિકારો આપવામાં કોંગ્રેસને કોઇ રસ ન હોય તેવું લાગતું હતું. 1990માં વી.પી.સિંઘ સરકારે અનામત માટે પહેલ કરી ત્યારે  સુપ્રિમ કોર્ટમાં નિર્ણય પડકારવામાં આવ્યા હતા અને પ0 ટકાની મર્યાદા નકકી થઇ હતી. છતાં ર014 સુધી એટલે કે કુલ 64 વર્ષ સુધી કોંગ્રેસે આ દિશામાં કોઇ કામ કર્યુ ન હતું. સંપૂર્ણ બહુમતી ધરાવતી કોંગ્રેસની દાનતમાં ખોટ હતી.

ભાજપ સરકાર આવી તે બાદ બીજી ટર્મમાં નરેન્દ્રભાઇએ કરોડો ભારતીયોનું પ00 વર્ષ જુનુ સપનુ સાકાર કરીને  અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. કાશ્મીરમાં 370મી કલમ હટાવીને દેશ સાથે જોડવાનું હિંમતભર્યુ કામ કર્યુ છે. આટલા વર્ષો સુધી કોંગ્રેસ સરકાર રામ મંદિર નિર્માણ માટે કેમ કોર્ટમાં ગઇ ન હતી? સરકાર દ્વારા રાષ્ટ્રની સુરક્ષા માટે કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક એ આપણા એક મતની તાકાત છે. જે જે રાજયમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ પછાત સહિતના વર્ગ માટે હિતકારી નિર્ણય લીધા નથી. અરે કોંગ્રેસ તો બહુમતી માટે જરૂરી ર7ર બેઠક પર ચૂંટણી પણ લડતી નથી. આથી ચૂંટણી બાદ ખીચડી સરકાર બનાવીને ફરી દેશને ખાડામાં નાખવાની માનસિકતા હોવાનું પણ લોકો સ્પષ્ટ જોઇ રહ્યા છે. મતદાન પહેલા સુરત અને મધ્યપ્રદેશના ઇન્દોરની બે બેઠક તો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આ રીતે સમગ્ર દેશના લોકોનો ઇરાદો પણ દેખાઇ આવે છે. 

ભાજપ સરકારના રાજમાં સનાતન ધર્મની ફરી જય બોલવામાં આવી છે. દરેક સમાજને હિન્દુસ્તાની હોવાનું ગર્વ મળ્યું છે. જયાં હજારો વર્ષ પહેલા ભગવાને જન્મ લીધા એ ભારતને અખંડ રાખવા નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની ટીમે જરૂર પડયે સુરક્ષા માટે કડક પગલા લીધા છે. અયોધ્યા બાદ કાશી, મથુરા અને ઉજજૈન સંપૂર્ણ કાયાપલટના માર્ગે છે. ચાર ધામ યાત્રા અને બાબા અમનાથની યાત્રા માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ આવું કંઇ કોંગ્રેસને સુઝયુ ન હતું. 

ભારત સામે ઉંચી આંખ કરવામાં હવે અન્ય દેશોએ સાત વખત વિચારવું પડે છે. સનાતન ધર્મની સ્થાપના સાથે ગુજરાત સહિત સમગ્ર દેશના લોકો શાંતિ અને સલામતી ભોગવે તે સહિતના નવા કામોની તૈયારી પણ કરવામાં આવી છે. સૌપ્રથમ વખત રાજકોટથી ચૂંટણી લડેલા નરેન્દ્રભાઇ મોદી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના હિત માટે કામ કરતા રહ્યા છે. એઇમ્સ, સૌની યોજના, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા અનેક કામો રાજકોટવાસીઓને દાયકાઓ સુધી કામ આવે તેમ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj