વારાણસી, તા. 29
વારાણસીથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 5292માં સવાર એક મહિલાએ સીટ બદલવા મુદે બબાલ કરી મૂકી હતી. કેબિન ક્રૂ તેની પાસે આવ્યો અને જણાવી રહ્યો હતો કે મેડમ તમારે સીટ બદલવી પડશે તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને બાદમાં હું તો સીટ નહીં બદલું એમ કહેવા લાગી હતી. ટોયલેટમાં પણ તે ગુસ્સામાં ગઈ બારણુ પછાડ્યું અને બાદમાં બહાર આવી એટલે ક્રૂ મેમ્બર્સ સાથે બેફામ વાણી વિલાસ કરવા લાગી હતી.
ઉત્તર પ્રદેશના વારાણસીથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 5292માં એક મહિલા યાત્રીએ કેબિન ક્રૂની સાથે અભદ્રતા આચરી હતી. તેણે ગુસ્સા બેફામ વાણી-વિલાસ કરતા બરાબરની ફસાઈ ગઈ હતી.
આ દરમિયાન બીજા ક્રૂ મેમ્બર્સ પણ મહિલાને સમજાવવા માટે આવ્યા હતા, પરંતુ તે શાંત જ ન થઈ અને બોલચાલ કરવા લાગી હતી. તેના આવા વાણી-વર્તનથી ફ્લાઈટમાં સવાર અન્ય યાત્રિઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. મુંબઈમાં લેન્ડિંગ પછી જોકે આના પર એક્શન લેવાયું અને તેને પોલીસને સોંપી દેવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy