(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 3
સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે સતત પાંચમાં દિવસે પણ 24મીમી વરસાદ થયો હતો.જેમાં સૌથી વધુ પાટડીમાં 21મીમી થયો હતો.તો લીંબડીમાં 2, અને લખતરમાં 1 મીમી વરસાદ થયો હતો.જ્યારે અન્ય તાલુકા કોરા રહ્યા હતા.
પાટડી સ્થિત નગરપાલિકાને અડીને જ આવેલી દસાડા તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમા પાણી ભરાયા હતા. જેના પર તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોની જવાબદારી છે, ત્યાંજ સ્થિતિ કફોડી જોવા મળી હતી.દસાડા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy