હળવદના બસ સ્ટેન્ડમાં ટોયલેટ માટે વસુલાતો રૂા.10નો ચાર્જ

Local | Morbi | 03 July, 2024 | 10:33 AM
ચાર્જ નહીં લેવા આદેશ છતાં રકમ પડાવાય રહ્યાની ફરિયાદ : વિડીયો વાયરલ
સાંજ સમાચાર

(પ્રશાંત જયસ્વાલ/ વિશાલ જયસ્વાલ)
હળવદ, તા. 3
રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ નવા બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે સાથે સાથે તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે નવ નિર્મિત બસ સ્ટેશનમાં અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવા માટે તકેદારી રાખવામાં આવે છે પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા આવી સુવિધાઓનું ધ્યાન ન આપતાં લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. 

હળવદમાં થોડા સમય પહેલા જ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે વહેલી સવારે એક યુવક પાસેથી બસ સ્ટેશનમાં ટોયલેટ જોવા માટે દસ રૂપિયા લીધો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સાથે જ ઘણા બધા લોકોનું પણ એવું કહેવું છે કાયમી ધોરણે 10 રૂપિયા વસૂલવામાં આવે છે યુવક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના ભાવ પત્રકના  સાઈન બોર્ડ વગર આ રીતે પૈસા વસૂલવામાં આવ્યા હતા સાથે જ 10 રૂપિયા તો ફરજિયાત આપવા જ પડશે તે પ્રકારની જબરજસ્તી પણ કરવામાં આવી હોય તેવો વીડિયોમાં જોવા મળ્યું હતું. 

આ અંગે જ્યારે ધાંગધ્રા ડેપો મેનેજર સાથે વાત કરવા માટે ફોન કરેલ ત્યારે તેનો ફોન નહીં લાગતા વિભાગીય નિયામક રાજકોટ સાથે સંપર્ક કરતા એમણે જણાવેલ કે તેઓએ દરેક બસ સ્ટેન્ડ તેમજ ડેપોમાં પરિપત્ર દ્વારા જાણ કરેલ છે કે કોઈપણ જાતનો ટોયલેટમાં ચાર્જ વસૂલવામાં આવતો નથી તેમજ વસૂલવો નહીં. 

રાજ્યના અલગ અલગ બસ સ્ટેશનમાં લોકો પાસેથી  પૈસા લેવાના અવારનવાર બનાવો બનતા હોય છે તો કોની મીઠી નજર હેઠળ આ પ્રકારે કામગીરી ચાલતી હોય તે અને કેમ ફ્રી ચાર્જ નું બોર્ડ લગાવવામાં આવતું નથી તે લોકોમાં ચર્ચાનો વિષય છે હળવદમાં આ પ્રકારની કામગીરી સામે હવે કેવા પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj