વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.3
ભાવનગરના ભીલવાડા સર્કલ પાસેથી પેરોલ ફર્લો સ્કવોડે દેશી બનાવટની પિસ્ટલ અને 6 જીવતા કાર્ટીસ સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડ મોડી રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભીલવાડા સર્કલ, એકતા રેસ્ટોરન્ટ પાસેથી ઉમરભાઈ ઉર્ફે હાજીઉમર હનીફભાઈ સોરા ( રહે. કામળફળી ચોક, બેસ્ટ ચિકન શોપની સામે ) ને દેશી બનાવટની પિસ્ટલ તેમજ જીવતા કાર્ટીસ નંગ-06 મળી કુલ રૂ.10,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેની વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં હથિયારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy