ઉપલેટા, તા.3
ઉપલેટા નગર પાલીકા સંચાલીત અત્રેના અનુસુચીત જાતી સ્મશાન ગૃહમાં પોતાના પ્રિયજનની યાદમાં ‘એક વૃક્ષ પ્રિયજન કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
થોડા સમય પહેલા સમયને માન આપી અનુસુચીત સમાજની માંગણી આધારીત નગરપાલીકાએ અનુસુચીત જાતી માટે સ્મશાન ગૃહ રીનોવેટ કરી સમાજના લોકો ને એક અમુલ્ય ભેટ આપેલ હતી. ત્યારે વરસાદની સીઝનમાં જયારે પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે વોડે નં. 1 ભા.જ.5 નગર પાલીકાના સદસ્ય ધર્મેશભાઈ ભાષા (અનુસીચીત જાતી) દ્રારા તેમના વિચારોને અનુલક્ષીને સ્માનભુમીને પવીત્ર અને લીલીછમ કરવાના હેતું થી પોતાના સમાજને એક આહવાન કરી એક વૃક્ષ પ્રિયજન કે નામ થી પોતાનો કાર્યક્રમ આપી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. આ કાર્યક્રમ અંતગેત અનુસુચીત જાતીના આગેવાનો કાયેકરો અને સામાજીક લોકો જોડાયા હતા.
અને અંદાજે 70 થી 80 જેટલા વૃક્ષોનું સ્મશાનગૃહમાં વાવેતર કરી તેમનું ઉછેર કરવાની જવાબદારી લીધેલ હતી. આ તકે નગર પાલીકા પ્રમુખ મયુરભાઈ સુવા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, શહેર ભા.જ.5 પ્રમુખ કીરીટભાઈ પાદરીયા, લાખાભાઈ વારગીયા, કીશોરભાઈ ભાદરકા, પીયુષ ચૌહાણ સહિતના આગેવાનોએ ધર્મેશભાઈ ભાષાના વિચારો અને અનુસુચીત જાતીએ કરેલા હરીયાળી ક્રાંતીના પ્રયાસોને બિરદાવેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy