જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના 21મી વર્ષગાંઠની અનોખી ઉજવણી

Local | Rajkot | 02 July, 2024 | 04:32 PM
વૈષ્ણવ આચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહારાજ જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ,મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ ફિલ્મ અભિનેત્રી ઐશ્ર્વર્યા સખુજાને મોમેન્ટ આપીને સન્માનિત કર્યા
સાંજ સમાચાર

►600થી વધુ બાળકોનુ નિદાન કરી અને 2500 ની કિંમતની ડાયાબિટીસ કીટ ભેટ અપાઈ

 

રાજકોટ તા 2 
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે 21 વર્ષથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. સંસ્થાના 21 માં સ્થાપના દિવસે ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો માટે ચેક અપ અને અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ટઢઘ સંસ્થાના સંસ્થાપક વલ્લભકુલભૂષણ વૈષ્ણવચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજ ઉપસ્થિત રહીને બાળકોને તેમના વાલીઓને મંગલ આશિષ પાઠવ્યા હતા. 

આ કાર્યક્રમની શરૂઆતમાં જ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ટાઈપ વન ડાયાબિટીસ પીડિત બાળકોના જીવનમાં ઉજાસ રૂપી તેજ પથરાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ ટઢઘ સંસ્થાના સંસ્થાપક વલ્લભ સ્કૂલ ભૂષણ વૈષ્ણવવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજનું હાર પહેરાવી અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું. જાણીતા ક્રિકેટ જયદેવ ઉનડકડ અને મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ અને ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખૂજા ને મોમેન્ટ આપીને સન્માનિત કર્યા હતાં ત્યાં ઉપસ્થિત અતિથિ વિશેષ દ્વારા તત્વજ્ઞાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ કેમ્પમાં ટાઈપ વન બાળકોને 2500 રૂપિયાને મૂલ્યની ડાયાબિટીસ કીટ આપવામાં આવી હતી. ત્યારબાદ ડાયાબિટીસ થી પીડિત બાળકો માટે નિશુલ્ક મેગા ચેકઅપ કેમ્પ અને એવરનેસ કેમ્પ ની સાથે બાળકો અને પરિવારજનો માટે બપોરના ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની વણઝાર કરવામાં આવી હતી. જેમાં પ્રભુદાસ ભાઈ પારેખ શિલ્પા જ્વેલર્સ દ્વારા પાંચ લાખ કમલનયનભાઈ સોજીત્રા ફાલ્કન પંપ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક લાખ શંભુભાઈ પરસાણા દ્વારા ત્રણ મહિના માટે 50 બાળકોને દતક લેવામાં આવ્યા હતા. તેમજ જયેશભાઈ ઝવેરી મુંબઈ થી એક લાખ, દિવ્યરાજસિંહ જાડેજા એક લાખ, હંસાબેન ઝવેરી મુંબઈ થી એક લાખ હેમંતભાઈ પટેલ દ્વારા 55555, ફર્ન હોટલ સંજયભાઈ ચંડી ભમમર દ્વારા 11111 ક્રિકેટર જયદેવ ઉનડકટ દ્વારા 51000 સહિતના દાતાઓ દ્વારા અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj