બોલેરો પીકઅપ વાહન પુલના ડીવાઈડર સાથે અથડાયું હતું

બાબરાના ઊંટવડ ગામના અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવારમાં મોત

Local | Amreli | 03 July, 2024 | 11:45 AM
ભાવેશ મોખા સુરત ખાતે જાહેરાતના બોર્ડ લગાવી પરત બોલેરો ગાડીમાં આવતા હતાં ત્યારે તારાપુર હાઈવે પર અરણેજ પાસે અકસ્માત સર્જાયો હતો, ઈજાગ્રસ્તને અમદાવાદ બાદ રાજકોટ ખસેડતા સારવારમાં દમ તોડયો
સાંજ સમાચાર

રાજકોટ,તા.3
અમરેલી જિલ્લાના બાબરા નજીક ઊંટવડ ગામે રહેતો યુવાન અકસ્માતમાં ઘાયલ થયો હતો.જેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, મૃતક ભાવેશ બટુકભાઈ મોખા (ઉ.વ.20) ઊંટવડ ગામે પરિવાર સાથે રહેતો હતો.

તે જાહેરાતના હોર્ડીંગ્સ લગાવવાનું કામ કરતો હતો.જેથી સુરત ખાતે જાહેરાતના બોર્ડ લગાવવા અન્ય કર્મચારીઓ સાથે બોલેરો પીકઅપ વાહનમાં ગયો હતો.કામ પતાવી પરત ફરતા હતા ત્યારે તારાપુર હાઈવે પર અરલોજ બુટ ભવાની માતાજીના મંદિર પાસે આવેલા પુલ પર ચાલકે કાબુ ગુમાવતા બોલેરો કાર પુલના ડીવાઈડર સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં ભાવેશને માથામાં અને શરીરે ઈજા થતા પ્રથમ અમદાવાદની હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અત્રે સારવાર દરમિયાન ગત મોડી રાત્રે તેણે સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ભાવેશ 2 ભાઈ અને બેનમાં મોટો હતો. અપરણિત હતો.પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj