(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.17
મુળ નાની દમણનો રહેવાસી ઈન્દલ ગનોરી પાસવાન તથા તેના પૂર્વે પત્ની નામે કિરણદેવી રામસીંગ ભનવરલાલ રહે.એમપી વાળી નામના બંને આરોપીઓ તે પતિ-પત્ની હતા પણ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયેલ હતા.અને આ કિરણદેવીએ બાદમાં મરણ જનાર રામસીંગ ભનવરલાલ સાથે લગ્ન કરેલા હતા.પણ આ આરોપી કિરણદેવી પોતાના પૂર્વે પતિ ઈન્દલ પાસવાનની સાથે મોબાઈલથી વાતચીત કરતી હોવાની શંકા રાખીને મરણ જનાર રામસીંગ તેણી સાથે ઝઘડા કરતા હોય બાદમાં આ કામના ઉપરોકત બંને આરોપીઓ કે જે પૂર્વે પતિ-પત્ની હતાં તેમણે એકસંપ કરીમે આ રામસીંગ ભનવરલાલનું ખૂન કરી નાંખેલ હોવાનો આરોપ લગાવી બંને આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુના રજી. નં.111/2019 થી ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
જેનું ચાર્જશીટ થઈ જતાં મોરબીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજની કોર્ટે સેસ.કેસ નં.89/2019 નો દાખલ થયેલ હતો.આ બનાવ તે સમયે "ટોક ઓફ ટાઉન" બનેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતિ પુષ્પાબેન ભટ્ટ રોકાએલ હતા. આરોપીઓ સામેનો આ કેસ ચાલી જતાં બચાવ પક્ષના વકીલની કાયદા તથા હકિકતોને લગતી ધારદાર રજુઆત નેક લક્ષમાં લઈનો આ બંને આરોપીઓને મોરબીના મહે.પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.જી.દેવધરાએ બંને આરોપીઓને તેઓ સામેના કેસમાં શંકાનો લાભ આપીને બંને આરોપીઓને છોડી મુકવા તા.15-6-24 ના રોજ હુકમ ફરમાવેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે બચાવપક્ષના વકીલ તરીકે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કે.ભટ્ટ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy