રાજયમાં મેઘસવારી યથાવત : કાલોલમાં 5, વિસાવદરમાં 4.5 ઇંચ

Gujarat | Rajkot | 26 June, 2024 | 11:49 AM
કચ્છનાં માંડવીમાં પણ બે ઇંચથી વધુ : ભચાઉ-અંજારમાં પણ આગમન : ખંભાળીયામાં દોઢ ઇંચ : જોડીયામાં પોણો, જામનગરમાં 0.5 અને જામજોધપુરમાં સવા બે ઇંચ પાણી વરસ્યુ : આજે પણ પંચમહાલ, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
રાજયમાં ગઇકાલે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી ગઇકાલે કુલ 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. સૌથી વધુ પંચમહાલનાં કાલોલમાં 5 ઇંચ તથા જુનાગઢના વિસાવદર તાલુકામાં કુલ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 

કચ્છમાં ગત મોડી રાત્રે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલ આંકડા પ્રમાણે મોડી રાત્રે 12 થી 2 વાગ્યા દરમ્યાન કચ્છમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. આ સાથે જ તાપી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદ પડયો હતો.

મોડી રાત્રે 12 થી 2 વાગ્યા દરમ્યાન કચ્છના માંડવીમાં 45 મીમી, ભચાઉમાં 5 મીમી, અંજાબ અને મુંદ્રામાં 2-2 મીમી, જામનગરમાં 9 મીમી અને તાપીના નિઝરમાં 7 મીમી વરસાદ ખાબકયો હતો. 

મળતા અહેવાલો મુજબ ખંભાળિયા પંથકના ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગત રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં વરસી ગયેલા ચાર ઈંચ વરસાદ બાદ ગઈકાલે મંગળવારે પણ ગાજવીજ સાથે વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો હતો.

ખંભાળિયા પંથકમાં મંગળવારે સવારથી ઉઘાડ તેમજ બફારાભર્યા માહોલ વચ્ચે સાંજે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને સાંજે આશરે સાત એક વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને કુલ 35 મી.મી. (દોઢ ઈંચ જેટલું) પાણી વરસી જવા પામ્યું છે.

ખંભાળિયાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સચરાચર ઝાપટા વરસ્યા છે. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને થોડો સમય લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.

આજે સવારથી સમગ્ર પંથકમાં વાતાવરણ ખુલ્લું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા. જો કે ગરમી ભર્યો માહોલ યથાવત રહ્યો હતો. મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 371, ભાણવડમાં 103 કલ્યાણપુરમાં 58 અને દ્વારકામાં 44 મી.મી. થયો છે. જયારે વિસાવદર પંથકમાં 1 થી 4 ઈંચ વરસાદ થતા વિસાવદરમાં સીઝન નો કુલ વરસાદ 7 ઈંચ થયો છે. 

વિસાવદર એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું જોરદાર આગમન થયું હતું જેમાં એકજ દિવસમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. મંગળવાર સવાર થીજ મેઘરાજા મન મૂકી વરસી ગયા હતા ત્યારે બાદ ફરી બપોરના ચારથી છ ના સમયમાં 2 ઈંચ વરસાદ પડેલ હતો જેમાં સવાર છથી સાંજના છ શુધ્ધિ માં કુલ 109 મીમી એટલે કે ચાર ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો જેના કારણે બસ સ્ટેન્ડ સહિતના ઘણા વિસ્તારમાં પાણી ભરાયાનું જાણવા મળ્યું હતું.

જુનાગઢ જિલ્લામાં બે દિવસ પહેલા એક ઇંચથી લઇને પાંચ ઇંચ વરસાદ નોંધાયા બાદ ફરી ગઇકાલે ભારે બફારા અને ગરમી વચ્ચે સવારીથ જ મેઘાના મંડાણ જોવા મળ્યા હતા. ઝરમર વરસાદ શરૂ થયા બાદ ફરી વાદળો વિખેરાઇ જવા પામ્યા હતા. જયારે વિસાવદરમાં સવારે 8 થી 10માં 62 મીમી વરસાદ ખાબકયો હતો. સવારે 18 મીમી વરસાદ નોંધાયો હતો.

ફરી બપોર બાદ ચાર કલાકે મેઘસવારી ઉતરી આવતા વધુ અઢી ઇંચ સામે કુલ સાડા ચાર ઇંચ વરસાદ ગઇકાલે નોંધાયો હતો. ખેડુતોમાં વાવણી લાયક વરસાદથી ખુશી જોવામળી છે. જુનાગઢમાં બપોર બાદ ફરી વાદળો ચડી આવતા માત્ર 3 મીમી વરસાદ નોંધતા રસ્તાઓ કીચડવાળા થઇ જતા વાહનો સ્લીપ થઇ જવાના બનાવો નોંધાયા હતા. માળીયાહાટીના 4 મીમી, ભેંસાણ 3 મીમી વરસાદ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં જામજોધપુરમાં સવા બે ઇંચ જોડીયામાં પોણો ઇંચ, જામનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ગ્રામ્ય પથક ની વાત કરીએ તો ગ્રામ્ય પંચકમાં શેઠ વડાળામા  એક અને પડાણામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં  વાતાવરણ સવારથી વાદળછાયુ હતું અને ભારે ભેજની ટકાવારી વધુ હોય જેથી બફારાનું પ્રમાણ પણ સખત રહ્યું હતું આમ ગરમી અને બફારાની વચ્ચે વચ્ચે વરસાદ કે માત્ર જામનગર ની અંદર 9 મીમી નોંધાયો હતો જ્યારે જોડીયામાં 17 મિમિઅને જામજોધપુરમાં 55 મિમી વરસાદ નોંધાયો હતો .

જિલ્લાના પીએસસીની અંદર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ ઉપર એક નજર કરીએ તો જામનગર તાલુકાના વસઈમાં 20મીમી, જામવામથલીકઇંઆઠમીની મોટી ભલસાણમાં 10મી પર્યાવરણમાં બે મીની વરસાદ નોંધાયો છે જ્યારે લોડીયા તાલુકાના બાલંભા પીએસસીમાં પાંચ નોંધાયો છે જામજોધપુર તાલુકામાં સતત બીજા દિવસે પણ મિત્રક વરસાદ ગ્રામ્ય પંચકમાં નોંધાયો હતો.

જેમાં સમાણામાં 11 મિમી, 25મીમી, જામવાડીમાં 17મી વાસજાળીયા 10 મિમી વરસાદ નોંધાયો હતો જ્યારે લાલપુર તાલુકાના પડાણામાં 50મીમી અને મોડપરમાં સાત મીમી અને નવમી પીએસસીમાં વરસાદ નોંધાયો છે આ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદને લીધે નદીઓમાં પૂર આવ્યા હતા અને  ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખેતીમાં કામમાં જોતરાયા હતા.

દરમ્યાન ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ થઇ છે. તેમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે પંચમહાલ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તથા વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

27 જૂને પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા વડોદરા, અમરેલી, ભાવનગર અને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 28 જૂને ખેડા, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી સાથે દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તથા 29 જૂને ભરૂચ, સુરત, ડાંગ તથા નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.

28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj