જામનગર તા.3
ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ આયોજિત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ અંતર્ગત નગર શિક્ષણ સમિતિ જામનગર ની શાળા નંબર 46,24 નો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં જામનગર 79 ધારાસભ્ય દિવ્યેશ ભાઈ અકબરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ ભાઈ કનખરા, દંડક કેતન ભાઈ નાખવા નગર સેવક મનીષભાઈ કટારીયા, શારદા બેન વિંઝુડા, હર્શબા જાડેજા સભ્ય બિમલ ભાઈ સોનછાત્રા, પ્રો.જી.બી સિંઘ તથા શિક્ષણ સેવા વર્ગ 2 ના અધિકારી પરમાર ની વિશેષ ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો.
બાલવાટિકા અને ધોરણ 1 ના 7 બાળકોનો શાળા પ્રવેશ મહેમાનોના હસ્તે કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પાણી બચાવો આરોગ્ય જાળવણી વીજળી બચાવો તેમજ ક્ધયાઓને ઉચ્ચ અભ્યાસ ની પ્રેરણા મળે તે પ્રકાર નું માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યકમ ના વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .તેમજ મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ અંતર્ગત કોમ્પુટર લેબ નું ઉદઘાટન પણ ધારાસભ્ય દિવ્યેશ ભાઈ અકબરી ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્ર્મ નું સ્વાગત પ્રવચન અને સંચાલન ચંદ્રકાંત ખાખરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ શાળા નંબર 24 ના આચાર્ય તથા બંને શાળા ના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy