સુરેન્દ્રનગર-વઢવાણ સિટી વિસ્તારો સાથે સાથે ગામડાઓમાં પણ દારૂ વેચવાની પ્રવૃતિઓમાં ચિંતાજનક રીતે વધારો

Local | Surendaranagar | 03 July, 2024 | 01:07 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 3
આ બદ્દીને દૂર કરવા માટે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સિટી બી-ડિવીઝન મથકના પીએસઆઈ એસ.પી.ઝાલા તેમજ વઢવાણ મથકના પીએસઆઈ આર.એચ.ઝાલાની સૂચનાથી જુદી જુદી ટીમો બનાવી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે દરોડાઓ કરવામાં આવ્યા હતા.

જેમાં દૂધની ડેરી પાસે મફતિયાપરામાંથી રૂ.140ની કિંમતના 7 લીટર દારૂ સાથે સુરેશભાઈ ઉર્ફે સુરો નાગરભાઈ કટોણા, વાડલા ગામ તળાવની પાસે રહેણાંક મકાનની બહાર હીરાબેન સાર્દુળભાઈ પનારાને રૂ. 180ની કિંમતના 9 લીટર, વઢવાણ નરશી ટેકરી પાસે જાહેરમાં ધીરૂભાઈ હેમુભાઇ સારોલાને રૂ. 40ની કિંમતના 2 લીટર દારૂ, બલદાણા ગામ પગીવાસમાં જાહેરમાં શારદાબેન ગોપાલભાઇ ગોઢાણીયાને રૂ. 180ની કિંમતના 4 લીટર દારૂ તેમજ વઢવાણ નવાદરવાજા પાસેથી મહાસુકભાઈ હમીરભાઈ જોશીને રૂ. 60ની કિંમતના 3 લીટર દેશીદારૂ સાથે પકડી પાડયા હતા. જ્યારે જુદાજુદા સ્થળોએથી દારૂ પીવાના ગુનામાં મુકેશભાઈ મથુરભાઈ રાફુકીયા, પ્રકાશભાઈ વાલજીભાઈ દેથળીયા, મનોજભાઈ સુંદરભાઈ પરમાર, મંગુભાઈ માલાભાઈ બીલવાડને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj