નવા સુધારેલા કાયદા મુજબ રાજકોટ ફેમિલી કોર્ટમાં પ્રથમ ભરણ-પોષણ કેસ નોંધાયો

Local | Rajkot | 02 July, 2024 | 04:51 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
ગઈકાલથી દેશ ભરમાં ત્રણ નવા કાયદા લાગુ થયા. નવા સુધારેલ કાયદા અનુસાર ભારતીય નાગરિક સુરક્ષા સહીતા(બી.એન.એસ.એસ.) મુજબ રાજકોટ ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણ મેળવવા પ્રથમ કેસ ગઈકાલે મહિલા અરજદારે ફાઈલ કર્યો હતો.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, અરજદાર મીનાક્ષી ધર્મેશભાઈ મકાતી (રહે. રાજકોટ)એ તા. 13/4/2011 ના રોજ તેના પતિ સામાવાળા ધર્મેશ ગુણવંતરાય મકાતી (રહે. રાજકોટ) સાથે લવ મેરેજ કરેલ હતા. લગ્ન જીવનથી અરજદારે એક પુત્ર-શિવ (ઉ.વ.11) ને જન્મ આપેલ. જે અરજદાર સાથે રહે છે. લગ્ન થયા થોડો સમય સારી રીતે રાખ્યા બાદ શારીરીક-માનસીક ત્રાસ આપતા અરજદાર તથા પુત્રને કાઢી મુકેલ. છેલ્લા એક માસથી અરજદાર તથા પુત્ર ઓશીયાળુ જીવન જીવી રહયા છે. અરજદારે ફેમીલી કોર્ટમાં નવા કાયદા અનુસાર બી.એન.એસ.એસ. મુજબ રાજકોટ કોર્ટમાં પ્રથમ ભરણ-પોષણનો કેસ ફાઈલ કરેલ છે. આ કામમાં અરજદાર વતી વકીલ અજય કે. જોબનપુત્ર તથા કિશન રાજાણી રોકાયેલા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj