રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા હિન્દુ વિરોધી ભાષણના વિરોધમાં ભાવનગરમાં ભાજપનો દેખાવો

Local | Bhavnagar | 03 July, 2024 | 10:34 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)     ભાવનગર, તા.3

તાજેતરમાં કોંગ્રેસી સાંસદ શ્રી રાહુલ ગાંધીએ સંસદભવનમાં હિંદુઓની લાગણી દુભાય તેવું દ્વેષયુક્ત ભાષણ કરીને પોતાની માનસિકતા છતી કરીને દેશના કરોડો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી.

રાજકીય પક્ષના જવાબદાર નેતા તરીકે આવા બેજવાબદાર ભાષણ અને દ્વેષયુક્ત ટિપ્પણીઓના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા આજ રોજ ઘોઘાગેટ ખાતે રાહુલ ગાંધી હાય હાય, ગર્વ સે કહો હમ હિન્દૂ હૈ, રાહુલ ગાંધી માફી માંગે જેવા ફ્લાયકાર્ડ હાથમાં પકડીને સુત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. 

જેમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તેમજ ત્રણેય મહામંત્રીઓ સહિત શહેર સંગઠન, મેયર, સ્ટે. ચેરમેન ચુંટાયેલા પૂર્વ અને વર્તમાન જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj