ગાંધીનગર :
હવે ગાંધીનગરમાં સરકારમાં બેઠા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક એવી રકઝક થાય કે તેઓ જવાબદારીની ફેંકાફેંકી કરે, તો તે કેવું કેહવાય.. હાલમાં રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે એક મિટિંગ દરમ્યાન સોશ્યલ મીડીયામાં સ્કૂલ વાનના વાયરલ થયેલ ફોટો અંગે વાત કરી. ત્યારે તેઓએ કહ્યું કે આ પ્રકારની સવારીઓ બાળકો માટે જોખમી બની શકે છે અને તેથી તેના પર કાર્યવાહી કરવી જોઈએ.
સોશ્યલ મિડીયામાં બાળકો સ્કૂલ વાનમાં ઠસ્સોઠસ ભરેલા હોય, સી.એન.જી સિલિન્ડર પર બેઠા હોય તેવા ફોટો વાયરલ થતાં મિટિંગમાં આ મુદ્દો મુખ્ય સચિવ રાજ કુમાર દ્વારા લેવામાં આવ્યો હતો. તો ત્યાં ઉપસ્થિત શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવને આ વાતનું ધ્યાન દોર્યું અને ગંભીરતાથી કાર્યવાહી કરવા જણાવ્યું. મિટિંગની અંદર સૂત્રોએ જણાવ્યું કે ત્યારબાદ શિક્ષણ સચિવ ભડકી ઉઠ્યા.
એમણે કહ્યું કે આ તમામ કોઈ શાળા સાથે સીધા સંકળાયેલા નથી પરંતુ ખાનગી વર્ધીના વાહનો છે. એટલે આ વિષય પરિવહન વિભાગ આર.ટી.ઓનો આવે છે. આ સાંભળીને પરિવહન સચિવ અકળાયા. એમને કહ્યું સામે કહ્યું કે આ વિષય સંપૂર્ણ રીતે શિક્ષણ વિભાગને લાગતો છે, તે આર.ટી.ઓમાં ન આવે.
હવે બન્ને આ પ્રકારની દલીલબાજી ચાર થી પાંચ મિનિટ ચાલી એટલે મુખ્ય સચિવ રાજ કુમારે વચ્ચે આવી વાત વાળી લેવી પડી. એમને છેવટે કહેવું પડ્યું કે કોઈ વાંધો નહિ, પણ શિક્ષણ વિભાગ આ બાબતે શાળાઓને માહિતગાર કરી શકે છે અને વાલીઓને પણ જાગૃત કરી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy