જુનાગઢ તા.17
જુનાગઢની ઓમ એન્જીનીયરીંગ કોલેજમાં પરીક્ષા દરમ્યાન નોબલ કોલેજના વિદ્યાર્થીઓ કલાસ રૂમની બહાર ખીખીયાણીઓ કરી મોટા અવાજ કરી ખલેલ પહોંચાડતા તેઓને શાંત રહેવાનું જણાવ્યું હતું. તે વાતના મનદુ:ખમાં ઓમ એન્જીનીયરીંગ કોલેજના બે કોલેજીયનોને ઢોર માર મારતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
જેમાં 6 સામે ફરીયાદ નોંધાઈ છે. જુનાગઢ તાલુકા પોલીસમાં ધીપભાઈ ઉર્ફે ઝેરી રસીકભાઈ સામાભાઈ મહીડા (ઉ.17) અનુ.જાતિ રે. દોલતપરા ઈન્દ્રેશ્વર રોડએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેની ઓમ એન્જીનીયરીંગ કોલેજમાં ગત તા.7 જુનના પેપર ચાલી રહ્યું હતું ત્યારે નોબલ કોલેજના વિદ્યાર્થીઓ કલાસની બહાર મોટા અવાજે બુમો પાડતા હોય અને કનડગત કરતા હોય તેઓને અવાજ કરવાનું ના પાડતા તેનો ખાર રાખી બહાર બોલાવી નોબલ કોલેજમાં અભ્યાસ કરતા પાર્થ આહીર, રણજીત મેર, રાજ આહુજા, મયંક ડોલેરા, હર્ષ રાવલ અને ચુડાસમા તમામ નોબલ કોલેજવાળાઓ એક સંપ કરી ધીપ અને નીરવને બહાર બોલાવી પટા અને ઢીકાપાટુનો માર મારી પરીયાદી ધીપને મોઢા ઉપર શરીરે ઈજા કરતા દવાખાને ખસેડવામાં આવેલ હતા. તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ના.પો. અધિકારી હિતેશ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy