ધ્રાંગધ્રાના સરવાળ ગામે જુગારીઓ ઉપર જિલ્લા LCB ત્રાટકી રૂા.5,97,360 ના મુદામાલ સાથે 6 ઝડપાયા

Local | Surendaranagar | 03 July, 2024 | 12:59 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 3
ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ  સોખડા ગામ જવાના રસ્તે પાણીની ટાંકી નીચે તીન પત્તીનો જુગાર રમતા સુરેન્દ્રનગર જિલ્લા એલ સી બી એ છાપો મારીને છો જુગારીઓને રોકડ રકમ 83,82360, તથા ત્રણ નંગ મોબાઈલ, કિંમત 15000 અને ફોરવીલ ગાડી કિંમત 5લાખ મળી કુલ 5,97,360ના મુદ્દામાલ સહીત છો આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં જુગાર અને પ્રોહીબીશન ડ્રાઈવ હેઠળ જિલ્લા એલ સી બી ટિમ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ બાતમી આધારે એલ સી બી ટીમના  પી આઈ જે જે જાડેજા, પી એસ આઈ જે વાય પઠાણ હેડ કોસ્ટેબલ, પરીક્ષિતસિંહ ઝાલા, તથા કોસ્ટેબલ દશરથભાઈ ધાંધર,તથા પેરોલ ફ્લો સ્કોડ ના હરદીપસિંહ, સહીત સ્ટાફ એ સરવાળ  સોખડા ગામ જવાના રસ્તે પાણીની ટાંકી નીચે તીન પત્તીનો જુગાર રમતા રેડ કરી જુગાર રમતા છો જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. 

જો કે જાહેરમાં સરવાળ  સોખડા ગામ જવાના રસ્તે પાણીની ટાંકી નીચે કુંડાળું કરી ગંજીપાનો જુગાર માં 6 ઈસમો ને એલ સી બી ટીમને જોઈ ફફળી ઉઠ્યા હતા અને નાસી છૂટવા પ્રયત્ન કર્યો હતો પણ કડકાઈથી કામ લઈને જુગાર રમતા 6 ને પકડી પાડી ત્યાં જ પંચોની હાજરીમા જડતી સહીતની કાર્યવાહી કરવામાં આવેલ.

(1)ગેલાભાઇ કરમશીભાઇ ઠાકોર ઉવ.33 ધંધો.ખેતી રહે.સરવાળ તા.ધ્રાંગધ્રા(2) મયુદીનભાઇ મુશાભાઇ વાટીયા ઉવ.24 ધંધો.ખેતી રહે.નીલકંઠ મહાદેવ પાસે તા.વીરમગામ જી.અમદાવાદ(3) ગણપતભાઇ છગનભાઇ પારઘી ઉવ.53 ધંધો.વેપાર રહે.પિતૃછાયા ખારા કુવાની બાજુમા જોરાવરનગર તા.જી.સુ.નગર(4) યુનુશખાન આલમખાન મલેક ઉવ.34 ધંધો.ખેતી રહે.દેગામ તા.પાટડી જી.સુ.નગર(5) નાથાલાલ વાનારશીભાઇ પટેલ ઉવ.62 ધંધો.નિવૃત રહે સરવાળ તા.ધ્રાંગધ્રા જી.સુ.નગર (6) કેવલસિહ પ્રવિણસિંહ દરબાર ઉવ.33 ધંધો. ડ્રાઇવીંગ રહે.સરવાળ તા.ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળા સહિત 6 જુગારીઓને રોકડ રકમ 83,360, હજાર તથા ત્રણ નંગ મોબાઈલ, કિંમત રૂપિયા 15,000 હજાર અને ફોરવીલ ગાડી  કિંમત 5લાખ મળી કુલ 5,97,360 ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj