(ફારૂક ચૌહાણ)
વઢવાણ,તા.3
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કટુડા ગામના કેટલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ ચોમાસાના સમયે અનુસૂચિત જાતિ વિસ્તારમાં વરસાદી અને ગટરના ગંદા પાણીનો જમાવડો થતા રહીશો પરેશાન બન્યા હોવાની રાવ ઊઠી છે.
આ અંગે સુમેરા મુકેશભાઈ સહિતના લોકોએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા પણ આ અંગે રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતા હવે આ ચોમાસામાં પણ પરિસ્થિતિ તેવી જ સર્જાઇ છે. લોકોને આવવા-જવા માટેના મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી અને ગટરના પાણી ભરાયા છે. જેના કારણે રહીશોને હાલાકી પડી રહી છે.
બીજી તરફ રસ્તા ઉપર રહેલા પાણી પણ એટલા બધા ગંદા બની ગયા છે કે મચ્છરો સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય ફેલાયો છે. આથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં આનો કાયમી ઉકેલ આવે તેવી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy