સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયમાં કક્ષ પ્રમુખની ચૂંટણી..!!

Local | Jamnagar | 03 July, 2024 | 02:02 PM
સાંજ સમાચાર

વિદ્યાર્થીઓમાં શિક્ષણથી જ લોકશાહીના પાઠ ભણાવવા નવી પહેલ જામનગર નજીક આવેલ વિભાપર ગામમાં વિદ્યાભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા માં શરૂ કરાઈ છે. 

વિભાપરના શિશુ મંદિર શાળામાં ધોરણ 6 થી 9 ના ક્લાસ મોનીટર (કક્ષ પ્રમુખ)ની ચુંટણી યોજાઈ જેમાં મોડેલ મતદાન મથક,મતદાન ની વ્યવસ્થાઓ માટે અધિકારીઓ,મતદાન માટે ઇ.વી.એમ મશીન તેમજ વિદ્યાર્થીઓ એ જાતે પ્રચાર પ્રસાર કર્યો,અને ઉત્સાહ સાથે બધા વિદ્યાર્થીઓ મતદાન માં ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ચૂંટણીના ચિન્હો અને પક્ષો નક્કી કર્યા હતા. બાદમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાં છેલ્લે ક્લાસ મોનીટર(કક્ષ પ્રમુખ)ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

અને વિજેતા વિદ્યાર્થીઓનું વિજય સરઘસ કાઢી  સન્માન કરાયું હતું. વિજેતા વિદ્યાર્થીઓ આ વર્ષ ક્લાસ મોનીટર (કક્ષ પ્રમુખ) તરીકે ફરજ બજાવશે. આ ચૂંટણી થી વિદ્યાર્થીઓમાં મતદાન ની વ્યસ્થા,સંચાલન અને મતદાન નો અનુભવ કરાવવા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. આ ચૂંટણી નું માર્ગદર્શન વિદ્યાલય ના આચાર્ય હેમાંશુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj