રાજકોટ તા.3
મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદની સાબરમતી રીવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સટેબલ વૈશાલીબેન નોકરીએ જવા નીકળ્યા હતા ત્યારે સરકારી મહિલા છાત્રાલયની સામે એલીસબ્રિજથી કલગી તરફ જતા રોડ પર એકટીવા સ્લીપ થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાતા ટુંકી સારવાર બાદ મોત નીપજયુ હતું. 31 વર્ષિય વૈશાલીબેન સોલંકી મૂળ ભાવનગરના હતા એલિસબ્રીજ પોલીસ લાઈનમાં પતિ અને સંતાનો સાથે રહેતા હતા.વૈશાલીબેન વર્ષ 2014 માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા અને ત્રણ માસથી સાબરમતી રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હતા.
ગત તા.30 ના રોજ સાંજે વૈશાલીબેન પોલીસ સ્ટેશન જવા માટે એકટીવા લઈને નીકળ્યા હતા ત્યારે સરકારી મહિલા છાત્રાલયની સામે એલીસબ્રિજથી કલગી તરફ જવાના રોડ પર એકટીવા સ્લીપ થઈ ગયુ હતું વૈશાલીબેન રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પર હાજર લોકોએ તાત્કાલીક વૈશાલીબેનને હોસ્પીટલ ખસેડયા હતા. જયા તેઓને ટુંકી સારવાર બાદ ફરજ પર હાજર રહેલ ડોકટરે મૃત જાહેર કર્યા હતા. હાલ એમ ડીવીઝન ટ્રાફીક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy