ભાણવડ,તા.3
ભાણવડમાં પ્રથમ વરસાદે જ સરકારી તંત્રની કહેવાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી છે. વરસાદી પાણીના નિકાલ માટેની સરકારી તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ના હોવાથી ઠેર-ઠેર નાના મોટા રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે. જેમાં શહેરની ભાગોળે વોર્ડ નંબર-2 સોનાવાડી વિસ્તારમાં મંદિર તરફ જતા રોડ ઉપર વરસાદી પાણી ભરાતાં લોકોને દર્શન સહીત અન્ય કામકાજ માટે રસ્તો ઓળંગવામાં પાણીમાંથી પસાર થવું પડે છે.
જેમાં અશકત વૃદ્ધો, મહીલાઓની સ્થિતિ દયનીય બને છે. તેમજ પાણીમાં માથી મચ્છરોનો ઉપદ્રવ વધશે. આ વિસ્તારનાં વિરેન નકુમ તથા અમિત રાઠોડે રજુઆત કરી છે.
(તસ્વીર: મનિશ ઘેલાણી-ભાણવડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy