સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને એલસીબીએ રેડ કરી

ચૂડામાં દારૂ કેસનો ફરાર આરોપી દારૂ સાથે ઝડપાયો

Local | Surendaranagar | 03 July, 2024 | 01:06 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3
સુરેન્દ્રનગર એલસીબી ટીમ તા. 17 જુનના રોજ સાંજે કોરડા ગામે વાડીમાં દરોડો કર્યો હતો. જેમાં આરોપી ઉદય દેવાયતભાઈ ખાચર અને વિપુલ ઉર્ફે હરપાલ મનસુખભાઈ સાકરીયા હાજર મળી આવ્યા ન હતા.

પરંતુ પોલીસે 25,850નો દારૂ જપ્ત કર્યો હતો.ત્યારે આ કેસનો ફરાર આરોપી વિપુલ સાકરીયા દારૂ સાથે નાગડકાના માર્ગેથી નીકળનાર હોવાની બાતમી ચુડા પોલીસને મળી હતી. આથી વોચ રાખી હતી. જેમાં વિપુલ સાકરીયાને દારૂની 3 બોટલો કિંમત રૂપીયા 1200 અને રૂપીયા 20 હજારના બાઈક સહિત રૂપીયા 21,200ની મત્તા સાથે ઝડપી લીધો હતો.

આ શખ્સને દારૂ ઉદય ખાચરે આપ્યો હોવાનું ખુલતા બન્ને સામે ફરિયાદ નોંધી ઉદય ખાચરને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ચોટીલા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા. ત્યારે ચોટીલા તાલુકાના કુંઢડા ગામનો વિજય ગોવાભાઈ ધોરાળીયા બાઈક પર વિદેશી દારૂની થેલી ટીંગાડીને નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પાંચવડા બાજુથી આવતા બાઈકચાલકને રોકવાની કોશીષ કરતા તે થોડે દુર મોટર સાયકલ ભગાવી મુકી અંધારામાં ફરાર થઈ ગયો હતો.

પોલીસે દારૂની નાની મોટી 6 બોટલો અને બાઈક મળી રૂપીયા 21,800નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થનાર વિજય ધોરાળીયા સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. આ શખ્સને ઝડપી લેવા વધુ તપાસ એચસી ડી.કે.ડોડીયા ચલાવી રહ્યા છે. રીવરફ્રન્ટ રોડ પર આવેલા પુલ નીચેથી મીયાણાવાડ શેરી નં. રમાં રહેતો હસન ઉર્ફે આશીષ હબીબભાઈ માણેક બીયરનું ટીન કિંમત રૂપીયા 100 સાથે પકડાયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj