બેકારોની ફોજમાં ભાવિ એન્જીનીયર્સ પણ આગળ! મનપામાં 16 જગ્યા માટે 3356 અરજીનો ઢગલો

Local | Rajkot | 02 July, 2024 | 04:07 PM
જુદી જુદી ચાર કેડરની જગ્યા માટે જાહેરાત અપાઇ હતી : પ્રતિ એક જગ્યા દીઠ 209 ઉમેદવારો
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
મ્યુનિ. કોર્પોરેશનમાં ઇજનેરી કેડરમાં જુદી જુદી 16 જગ્યા માટે ભાવિ એન્જીનીયરો પાસે અરજી મંગાવવામાં આવતા 16 જગ્યા માટે અધધ 33પ6 અરજીનો ઢગલો થયો છે. એટલે કે સરેરાશ એક જગ્યા માટે 209 બેરોજગારોએ નોકરી માટે ઇચ્છા વ્યકત કરી છે. 

કોર્પો.માં જુદા જુદા ટેકનીકલ સંવર્ગ માટે તા.25-6 સુધીમાં અરજી મંગાવતી જાહેરાત કરવામાં આવી હતી. નાયબ કાર્યપાલક ઇજનેરની માત્ર બે જગ્યા છે. તેની સામે 146 ઉમેદવારોએ અરજી આપી છે. 

આ જ રીતે સીવીલમાં આસી. એન્જીનીયરની 9 જગ્યા માટે સૌથી વધુ 2128 ઉમેદવારોએ પરીક્ષા આપવા તૈયારી દર્શાવી છે.  સીવીલમાં જ એડી.આસી.એન્જીનીયરની 4 જગ્યા સામે 954 અરજી આવી છે. 

મીકેનીકલમાં આસી.એન્જીનીયરની માત્ર એક જગ્યા ભરવાની છે. તેની સામે 158 ઉમેદવારોએ અરજી કરી છે.  આ તમામ અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવી હતી.

હવે ચકાસણી બાદ આગામી દિવસોમાં આ ભરતી માટે પરીક્ષા લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રારંભે કરાર આધારીત ભરતી કરવામાં આવે છે. પરીક્ષા બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. હાલ આ ચાર કેડરમાં 16 જગ્યા ભરવા તંત્રએ કાર્યવાહી આગળ વધારી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj