રાજકોટ, તા. 25
નવા નાણાંકીય વર્ષના પ્રારંભે મોટા ભાગે સામાન્ય અને પરંપરાગત પ્રમાણિક કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરીને ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લે છે. પરંતુ આ વખતે કમિશ્નર સહિતના મનપા તંત્રએ સરકારી વિભાગો અને કચેરીઓને પણ સમયસર વેરો ભરવા અને ડિસ્કાઉન્ટનો લાભ લેવા સમજાવટ કરવા પ્રથમ વખત એપ્રિલ-મે માસથી સરકારી વિભાગો પણ વેરો ભરતા થયા છે. તેવામાં ગઇકાલે કચેરીઓ સહિતના આસામીઓએ એક દિવસમાં જ 18.70 કરોડની વિક્રમી વેરો જમા કરાવ્યો છે.
મહાપાલિકામાં એક દિવસમાં આ ખુબ મોટી આવક છે. નાણાકીય વર્ષના પ્રારંભે જ વેરા વસુલાતની ચાલતી કામગીરી કરી પ્રમાણિક કરદાતાની ઇમાનદારીના કારણે તા.8-5થી આજ સુધીમાં ર.પ7 લાખ નાગરિકે 181 કરોડથી વધુનો વેરો ભરી દીધો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના આદેશ તથા નાયબ કમિશ્નર ચેતન નંદાણીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન ગઇકાલે સાંજે 6:00 વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કોર્પો.માં અંદાજીત રૂ. 18.70 કરોડ વિક્રમી વેરાની વસુલાત થયેલ છે. દરમ્યાન તા.8-4થી તા.24-5 દરમ્યાન 257559 કરદાતાઓએ રૂ.181.30 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.
આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂ.6.64 કરોડની વસુલાત થયેલ છે. જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂ.8.90 કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે.
હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે 31-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ 22% ડિસ્કાઉન્ટ મેળવવા કમિશ્નર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
એક દિવસમાં વેરાની વસુલાત
મોબાઇલ ટાવર 6.64 કરોડ
ગર્વમેન્ટ એન્જી.કોલેજ 53 લાખ
અન્ય હાઇ વેલ્યુ ટેક્ષ પેયર 8.90 કરોડ
બી.કે મોદી 13 લાખ
ગર્વમેન્ટ લેબ 49 લાખ
એ.વી.પી.ટી 33 લાખ
પશ્ચિમ મામલતદાર 50 લાખ
વોકહાર્ટ હોસ્પિટલ 20 લાખ
જેરામ ઓટો મોલસ એન્ડ રિયાલિટીસ 3 લાખ
એસ.આર.પી કેમ્પ ઘંટેશ્વર 25 લાખ
કુલ રૂ.18.70 કરોડ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy