મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ-જિલ્લા સંકલનનો કાર્યક્રમ યોજાયો

Local | Morbi | 03 July, 2024 | 01:32 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી, તા.3
લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -2024 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.25/7 ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્ર્નો-ફરિયાદો 10મી જુલાઈ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.

 જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ર્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ર્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે મોકલવી. 
 

જિલ્લા સંકલન
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક તા. 19/7 ના રોજ બપોરના 3:00 કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલ તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્ર્નોની સમીક્ષા ઉપરાંત સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj