સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીમાં ઘેર - ઘેર માંદગીના ખાટલા

Local | Surendaranagar | 03 July, 2024 | 12:45 PM
પ્રાથમિક સુવિધાઓ આપવાના બણગાં ફુકતા તંત્રના ગાલ પર તમાચો : ગટરના ભરાયેલા પાણીના કારણે 108 પણ સોસાયટીમાં આવી નથી શકતી : શાળામાં અભ્યાસ કરતા 500 થી વધુ બાળકો ગટરના પાણીમાં ચાલી અને શાળાએ જવું મજબુર : રસ્તા રોકો આંદોલનની સ્થાનિક લોકોએ તંત્રને આપી ચીમકી..
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 3
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા હોવાના બણગા ફૂકવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિક લેવલે જો ચકાસણી કરવામાં આવે તો આ કામો કેવા પ્રકારના થયા છે તેનો ખ્યાલ આંખને ઉડીને સામે આવે ત્યારે સુરેન્દ્રનગર શહેરની વઢવાણ વિસ્તારની છેવાડા ની સોસાયટી ગણાતી સુડવેલ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા ના અભાવને લઈ સ્થાનિક લોકો પરેશાન બન્યા છે કરોડો રૂપિયા વિકાસના કામો રોડ રસ્તા લોકોની પ્રાથમિક સુવિધા પાછળ ખર્ચાય છે પરંતુ સુડવેલ સોસાયટીમાં રિયાલિટી કંઈક અલગ છે.

વઢવાણની છેવાડાની ગણાતી સુડવેલ સોસાયટીમાં અંદાજિત 500 થી વધુ રહેણાંક મકાન આવેલા છે અને 3,000 થી વધુ લોકોની વસ્તી આ વિસ્તારમાં વસવાટ કરે છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હેઠળ આ વિસ્તાર આવે છે આમ તો વઢવાણમાં ગણાય છે પરંતુ પ્રાથમિક સુવિધા નગરપાલિકા આપવામાં નિષ્ફળ નેવડી છે નગરપાલિકા જાણે છે કે કેમ ત્યાં વિસ્તાર નગરપાલિકા હેઠળ આવે છે તેની સામે પણ સવાલ ઊભા થયા છે જે સમયે ચૂંટણીઓ હોય તે સમયે મત માંગવા માટે નેતાઓ આ વિસ્તારના લોકોને પગે લાગતા હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ ત્યારબાદ જે રિયાલિટી છે તેની હાલ ચકાસણી કરવામાં આવે તો આ જ વિસ્તારના લોકો ખાટલામાં પડ્યા ઈલાજ માટે પણ નથી જઈ શકતા.

સુડવેલ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી રોડ રસ્તા ભૂગર્ભ ગટારો જેવી યોજનાઓ લાગુ જ કરવામાં નથી આવી આજની તારીખે પણ ગટરના પાણી સુરેન્દ્રનગર જિલ્લાની સુડવેલ સોસાયટીમાં રસ્તાઓ ઉપર ભરાઈ રહ્યા છે હવે તો લોકોના ઘર સુધી આ ઘટના પાણી પહોંચી ગયા છે ઘેર ઘેર માંદગીના ખાટલા છે છતાં પણ તંત્ર શું આ બાબતે અજાણ છે સ્થાનિક લોકો દ્વારા આ મામલે નગરપાલિકા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ રજૂઆત સાંભળે કોણ તેની આ લોકો રાહ જોઈ રહ્યા છે

3,000 થી વધુ લોકો આ વિસ્તારમાં વસવાટ કરતા હોવા છતાં પણ આ વિસ્તારને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યો છે શહેરમાં નેતાઓ જે વિસ્તારની સોસાયટીઓમાં વસવાટ કરતા હોય અથવા પક્ષનો કોઈ કાર્યકર્તા સોસાયટીમાં વસવાટ કરતો હોય ત્યાં દર છ મહિને તંત્ર અને પાલિકા દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે છે સમયસર રીનોવેશન કરવામાં આવે છે ફુગર્ભ ગટરો સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે અને જ્યાં નેતાઓ રહેતા હોય ત્યાં તકલીફ ઊભી ન થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે પરંતુ જે પ્રજાએ જે આગેવાનને નેતા બનાવ્યો છે તે પ્રજાનો ખ્યાલ રાખવાનું જ આ નેતાઓ ભૂલી ગયા છે.

સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીમાં પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નિયમિત શાળાએ આવે છે અભ્યાસ પણ શિક્ષકો દ્વારા સારો કરવામાં આવે છે પરંતુ હવે સુવિધા સામે સવાલ ઊભા થયા છે ત્યારે સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 500 થી વધુ વિદ્યાર્થીઓને રોજ ગટરમાંથી ચાલી અને શાળાએ જવું પડે છે બટનના ગંદા પાણીમાંથી પસાર થઈ અને શાળાએ જવા માટે બાળકો પણ મજબૂર છે.

ત્યારે આ બાળકો ક્લાસમાં જાય ત્યારે તેમના પગ ખરાબ થઈ ગયા હોય ત્યારે તેમને ક્લાસરૂમમાં પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે અને નજીકમાં ભૂગર્ભ ગટરોના પાણી રોડ રસ્તા અને શાળાના કમ્પાઉન્ડ સુધી ભરેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ આ વિસ્તારના અભ્યાસ માટે આવતા બાળકોને કરવો પડે છે કમસેકમ નેતાઓ અને ચૂંટાયેલા આગેવાનો આ બાળકો સામે તો જુઓ તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.

આ વિસ્તારના લોકોના મતથી નેતા બનેલ આગેવાનો ભૂગર્ભમાં
સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીમાં રોડ રસ્તા પીવાના પાણી ભૂગર્ભ ગટર જેવા પ્રશ્નો ઊભા થયા છે પરંતુ હવે આ પ્રશ્નનો નિવેડો આવે તે જરૂરી છે કારણ કે ત્યાંની 3,000થી વધુ લોકોની વસાહત હાલાકી ભોગવી રહી છે ત્યારે આ વિસ્તારના લોકો પાસે જ્યારે મત લેવાના હતા વિધાનસભાની ચૂંટણીઓ હતી ત્યારે નેતાઓ હાથ જોડી અને મત માંગવા માટે આવતા હતા જેવા ચૂંટણી જીતી ગયા ત્યારબાદ નેતાઓએ તમે કોણ અને અમે કોણ ની તૈયારી અપનાવી છે.

પરંતુ આ ભોળી પબ્લિક જાણે મત આપી અને છેતરાઈ હોય તેવું લાગી રહ્યું છે આ વિસ્તારના લોકો અત્યંત હાલાકી નો સામનો કરી રહ્યા છે પરંતુ હવે નેતાઓએ પણ આ સોસાયટીઓ સામે જોવું જોઈએ કારણકે વગર ચોમાસે ઢીંચણ તમારા ગટરના પાણી લોકોના ઘરોમાં ભરાયા છે ઘેર ઘેર માંગી ના ખાટલા છે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ગટરના પાણીમાંથી જવું પડે છે તો સ્થાનિક નેતાઓ શું કરી રહ્યા છે પોતાની પબ્લિક માટે તેની સામે પણ કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે. 

તંત્રને 7 દિવસનું અલ્ટીમેટમ - સુવિધા નહિ તો વઢવાણ અમદાવાદ હાઇવે ચક્કજામ કરીશુ
રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા મામલે કંટાળી ગયેલી સુડવેલ વિસ્તારની 3,000 થી વધુની પબ્લિક હવે પાલિકા સામે તથા તંત્ર સામે બાયો ચડાવવા પણ તૈયાર છે કારણ કે તેમના બાળકોને ગંદકીમાંથી જઈ અને શાળાએ ભણવા જવું પડે છે આ ઉપરાંત દવાખાનાનો જો પ્રશ્ન હોય તો તેમને ગંદકીમાં ખાટલા ઉપર બેસાડી અને બહાર કાઢવી અને ત્યારબાદ રોડ ઉપર લાવી અને 108 મારફતે સારવાર માટે લઈ જવો પડે છે આ તમામ પ્રકારની હાલાકી તંત્રના વાકે આ લોકો ભોગવી રહ્યા છે પરંતુ હવે આ લોકો લડી લેવાના મૂડમાં છે સુવિધા નહીં તો વઢવાણ અમદાવાદ હાઈવે ચક્કા જામની ચીમકી વિસ્તારના લોકોએ આપી છે સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

સોસાયટીમાં માંદગીનો ભરડો
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસના કામ થયા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટી કે જ્યાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે ત્યાં કોઈ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોવા પણ નથી ગયા કે આ વિસ્તારના લોકો કયા હાલતમાં જીવી રહ્યા છે રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે આ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી રોડ ઉપર ઢીંચણ સમાણા ગટરના પાણી ભરાયેલા છે.

ત્યારે માંદગીના ભરડામાં સપડાયેલા લોકોને ગટરના પાણીમાંથી ખાટલા પર બહાર કાઢી અને દવાખાને લઈ જવા માટે આ વિસ્તારના લોકો મજબૂર છે હવે તો તંત્ર જાગે અને આ વિસ્તારમાં ભરાયેલા ગટરના પાણી દૂર કરી અને પાકા રોડ રસ્તા બનાવી આપે તેવી સ્થાનિક લોકોની માંગણી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj