લંડનના સ્ટાર્ટઅપનું રોબોટ મોડલ Lingo-2 કાર ચલાવી શકે છે. રોબોટિકસ સ્ટાર્ટઅપ ફિગરનું મોડેલ સમસ્યાઓ હલ કરવાની કળા શીખી રહ્યું છે. ચાલો સમજીએ કે રોબોટ કેવી રીતે બુધ્ધિશાળી બની રહ્યા છે.
AIની શકિતથી સજજ
Chatgpt જેવા ચેટબોટની તાકાત છે વિવિધ ભાષાઓનું જ્ઞાન તેઓ કોઇપણ ભાષાને સમજે છે અને તેના જવાબ પણ આપે છે. AI વિઝન લેંગ્વેજ મોડલ ફોટોગ્રાફર તરીકે પણ કામ કરી શકે છે. આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સની આજ તાકાત હવે રોબોટિકસમાં લાગુ કરવામાં આવી રહ્યો છે.
VLAMનો કરીશ્મા
ભાષા અને ફોટોગ્રાફી સાથે ડીલ કર્યા પછી રોબોટને આસપાસના માહોલ અને વાતાવરણને પણ જાણવાનું પણ શીખવવામાં આવે છે. આ મોડલ્સને VLAM યાને VISION LANGUAGE ACTION MODELS કહેવામાં આવે છે. જેનાથી રોબોટ બહારની દુનિયાને સમજવાની કોશીષ કરે છે.
રોબોટનું મગજ
આપણે જે જોઇએ છીએ કે સાંભળી શકીએ છીએ અને બાદમાં કોઇ પ્રતિક્રિયા દેવા પહેલા દિમાગનો ઉપયોગ કરીએ છીએ અને પુછીએ છીએ કે શું આ બરાબર રહેશે ? ટકઅખ થી લૈસરોબોટ પણ આ જ રીતે અનુસરશે. કહી શકાય કે આ રોબોટનું મગજ છે. માત્ર આદેશનું પાલન જ નહીં પણ તમે સૂચવેલ ઓર્ડર માટે દલીલ પણ કરી શકશે જે રીતે માનવીઓ કરે છે તેમ.
જુના રોબોટની તરકકી
અમેરિકાની કંપની COVARIANT દ્વારા RFM-1 નામનું એક મોડલ બનાવ્યું છે. આ રોબો 30થી વધુ પ્રકારના રોબોટના ડેટાનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યો છે. આ કંપની પોતાનો રોબોટ નથી બનાવતી. પરંતુ જુના રોબોટના પ્રોગ્રામને ભેગા કરીને નવા કાર્યો માટે નવો રોબોટ બનાવે છે. આ રીતે બધા વિવિધ જુના રોબોના ડેટા ભેગા કરી નવો કોવેરિયન્ટ દિમાગવાળો રોબોટ તૈયાર કરે છે.
સુધારો હવે આસાન બન્યો
રોબોટને હવે કોઇપણ નવું કામ કોઇપણ ટ્રેનીંગ વિના કે તાલીમ આપ્યા સિવાય પણ શીખવી શકાય છે. ટેક વર્લ્ડમાં જેને ZERO-SHOT LEARNING કહે છે. જેનાથી રોબોટને નવું નવું કહેવાનું, સુધારવાનું અને નવા કાર્યો માટે ટે્રનિંગ આપવાનું સરળ બન્યું છે. આ કામ હવે ટેકસ્ટ PROMPTSથી શકય બની શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy