જામ ખંભાળિયા, તા.3
ખંભાળિયા તાલુકાના નવા વિરમદળ ગામના વાડી વિસ્તારમાં મંગળવારે સાંજે એક પરપ્રાંતિય યુવાન અકસ્માતે કુવામાં પડી ગયો હોવા અંગેની જાણ સ્થાનિક રહીશ અજયભાઈ ગાગીયા દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા આના અનુસંધાને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર વિભાગના શિવરાજસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા તેમજ અન્ય સ્ટાફ તાકીદે નવા વિરમદળ ગામે દોડી ગયો હતો.
અહીંના હમીરભાઈ નામના એક આસામી વાડીમાં રહેલા પાણી ભરેલા ઊંડા અને ખુલ્લા કૂવામાં નહાવા પડેલા મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાશ લાલસિંગ અલાવા નામના આશરે 30 વર્ષના આદિવાસી યુવાનના મૃતદેહને ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ સંજયભાઈ જામસીંહ આદિવાસી (રહે. મધ્યપ્રદેશ)એ ખંભાળિયા પોલીસને કરી છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy