જામનગર જિલ્લા પંચાયતમાં મહિલાપદાધિકારીઓના પતિદેવોનો અડીંગો

Local | Jamnagar | 03 July, 2024 | 02:46 PM
જિલ્લા પંચાયતના વહીવટમાં વ્યાપક ચંચુપાત થતો હોવાની ચર્ચાએ જોર પકડયું: અમુક ચેમ્બરનો કબ્જો પણ પતિદેવો પાસે
સાંજ સમાચાર

જામનગર તા.3: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને સત્તામાં ભાગીદારી બનાવવા માટે રાજકીય અને સત્તા પક્ષમાં 50% હિસ્સો ફાળવી દીધો છે પરંતુ જામનગર જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ સહિત જુદા જુદા સમિતિના ચેરમેન મહિલાઓને  સત્તાસુકાન સોંપાય હતા.પંરતુ સમય જતાં તેમના પતિદેવો દ્વારા જ આ જિલ્લા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવે છે તે ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી હોવાનું  જાણવા મળે છે.

જિલ્લા પંચાયત ના પ્રમુખ મહિલા બન્યા પછી જુદી જુદી સમિતિના ચેરમેન પણ મહિલાને સતાના સુકાન સોંપવામાં આવ્યા હતા. ખરેખર જોવાની અને વિચારવાની બાબત બની ચૂકી છે કારણ કે જિલ્લા પંચાયત જામનગરમાં મહિલા પ્રમુખ પતિદેવ સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો  ચર્ચા પંચાયતના પતાગણમાં  ચર્ચાઇ છે.

એટલું જ નહીં જુઈ જુદી મિતિગોમાં પણ  અધિકારીઓ અને કમર્મચારીઓ ની લેવાની હોય તેના  પતિદેવ  લઈ રહ્યા છે. જો  સાચી બાબત હોય તો ગંભીર ગણી શકાય. તેવો સુર લોકો માંથી ઉઠી રહ્યો છે. સાથે  જુદી જુદી કમિટી ની મિટિંગમાં પણ મહિલા ચેરમેંન મીટીંગ લેવાના બદલે તેના પતિદેવો દ્વારા મીટીંગ લેતા હોવાની  વાત ચર્ચાના ચાકડે છડી છે. 

 જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ મહિલા છે સાથે સાથે જુદી જુદી જે સમિતિઓ આવેલી છે તેના અધ્યક્ષ પદે પણ મહિલા છે જ્યારે મહિલાઓને સત્તાના સુકાન સોંપવામાં આવ્યા ત્યારે તો ખૂબ જ આનંદ લાગણીજિલ્લાભરની મહિલાઓમાં ફેલાઈ હતી અને મહિલાઓમાં પણ એક વાતનો આનંદ આપ્યો હતો કે હવે જામનગર જિલ્લા પંચાયત મહિલાઓ ચલાવશે પરંતુ થોડા સમય  ફરું પુરુષો ખરા અર્થમાં આડકતરી રીતે ગોઠવાઈ ગયા .

કેમ કે બાદ આમ મહિલા જે પ્રમુખ બન્યા તે માત્ર એક પ્રમુખ પદ સભાળ્યું હોય બાકી તેના પતિદેવ જ તેની બાજુમાં ખુરશી નાખીને સમગ્ર જિલ્લા પંચાયત નો વહીવટ ચલાવતા હોવાનો ઘાટ સર્જાયો છે એવું પણ ચર્ચા રહ્યું છે કે આમ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિદેવત તમામ અધિકારીઓની પાસેથી માહિતીની આપ લે કરે છે અને જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ જ્યારે ગેરહાજર હોય ત્યારે તેમના પતિ પ્રમુખની જેમ જિલ્લાની ગ્રામ્ય પ્રજાના પ્રશ્નો સાંભળીને ઉકેલી રહ્યા હોવાનું જાણવા મળે છે એટલું જ નહીં જિલ્લા પંચાયતનો વહીવટ ચલાવતા હશે ? તેવી પણ ચર્ચા જાગી છે.

જે સામાન્ય બાબત નથી આટલું જ ઓછું હોય જિલ્લા પંચાયતના પ્રમુખની ગાડીમાં પણ તેમના પતિદેવ  આવ જાવ  કરતા હોય  તેવા દર્શયો  સર્જાય એનું પણ ચર્ચા રહ્યું છે ખરેખર જો આ બાબત હોય તો ખરેખર વિચારવાની બાબત છે કારણ કે ભાજપ આ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પાસે મહિલાઓને અનેક અપેક્ષા ને અષ્ટાંક્ષા હતી અને જિલ્લાના વહીવટને પણ નવી દિશા મળશે તેવો જ હતું પરંતુ જે સમય જતા ખ્યાલ આવ્યો કે જિલ્લા પંચાયતના ખરા અર્થમાં તો ફરી પાછા પુરુષ પ્રદાન જ બન્યું હોય તે રીતની વહીવટ ચાલી રહ્યો છે.

આમ જોઈએ તો જામનગર જિલ્લા પંચાયતની જુદી જુદી શિક્ષણ સમિતિ સમિતિ આરોગ્ય સમિતિ તમામ સમિતિઓના ચેરમેન પણ થયા છે ખૂબ જ સારી વાત હતી અને મહિલાઓને પણ જિલ્લામાં એક આનંદની લહેર જાગી હતી કે હવે આ મહિલા પંચાયતના વહીવટ સંભાળશે પરંતુ સમય જતા જ ખ્યાલ આવ્યો કે ના મહિલાઓ અધ્યક્ષ બન્યા છે.

માત્ર નામ પૂરતા બાકી તો તેના પતિ જેવો જ સમગ્ર જિલ્લા પંચાયત અને જુદી જુદી સમિતિ નો વહીવટ ચલાવતા હોય તેવો ઘાટ સર્જાયો છે એટલું ચોક્કસ છે કે કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ હોય કે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હોય તેઓ આવે છે અને તેઓ જાતે જ તેમના પત્રો વ્યવહાર કરે છે અને તેમની મીટીંગો પણ લેતા હોય તેવું પણ ચર્ચા રહ્યું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ મહિલાએ દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભ્ય સંચાલન સરસ કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે ગ્રામ્ય પ્રજાના પ્રતિનિધિ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને અધિકારીઓ સંતોષકારક જવાબ નથી આપતા કે તેમના જે પ્રશ્નો હોય છે તેના નિકાલ કરે છે. મહિલા પ્રમુખ વહીવટી બાબતના થોડા અજાણ હોય જેથી કરીને થોડી મુશ્કેલી પડે તે સ્વભાવિક બાબત બની ચૂકી છે.પ

રંતુ તેમ છતાં જિલ્લા પંચાયતના પ્રમુખ વહીવટ કરીને બને એટલો જિલ્લાની પ્રજાની ન્યાય આપવા પ્રયત્ન કરી રહ્યા છે . સત્તા ઉપર આવેલ વ્યક્તિ જ ખરેખર જો સત્તા સંભાળી અને તેનો કારભાર ચલાવે તો એ વ્યાજબી ગણાય . તો સાચા અર્થમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહિલાઓની સતામાં ભાગીદારીનું સ્વપ્ન સાકાર બને.આમ તો જોઈએ તો આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લાના વિકાસમાં અંગત રસ લેશે તો જિલ્લાના વિકાસને ચાર ચાંદ લાગી જાય.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj