ખાદ્યતેલ-સેનીટરી નેપકીન સહિતના ઉદ્યોગોને જીએસટી ચુકવણી-રીફંડની મુશ્કેલી વિશે તંત્રમાં ધા

Local | Rajkot | 02 July, 2024 | 04:30 PM
ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ સીજીએસટી ઝોન ફરિયાદ નિવારણ કમીટી સમક્ષ વિસ્તૃત રજુઆત કરી
સાંજ સમાચાર

રાજકોટ:તા 2 

CGST અમદાવાદ ઝોન ગ્રીવન્સ રીડ્રેલ કમિટીની પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર સિમા અરોરાની અધ્યક્ષતામાં તા.28-6-2024 ના રોજ ઓનલાઈન મિટીંગ યોજવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા ઓનલાઈન જોડાઈ GST અંતર્ગત પડતી મુશ્કેલી અંગે વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ તેમજ આ પ્રશ્નોનું કેન્દ્ર સરકારનીGST  કાઉન્સીલમાં રજુઆત કરવા ભારપૂર્વક અનુરોધ કરેલ છે.

 સમગ્રGST પ્રક્રિયામાં ઘણા બધા વેચનાર અને લેનાર સંકળાયેલ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના કોઈ તબકકે કોઈ જાતની ગેર રીતી આચરવામા આવે તો છેલ્લો વ્યવહાર કરનાર વ્યકિતએ ભોગ બનવું પડે છે કે જેને નિયમોનુસાર મળવાપાત્ર ITC  મેળવેલ હોવા છતા તેને રીવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રક્રિયામાં દર્શાવેલ સદર ક્ષતીના નિવારણ અર્થે ટેક્ષ પેયર દ્વારા કેવા સલામતીભર્યા પગલા હોવા જરૂરી છે તે સબબ રજુઆત ક2વામાં આવેલ તેમજ GST  એકટમાં ટેક્ષ પેયરની સલામતી માટે યોગ્ય અને ચુસ્ત પ્રાવધાન કરવું જરૂરી છે.

સેનેટરી નેપકીન ઉત્પાદકો  GST ની ચુકવણી અને રિફંડ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. GST પહેલા આવા એકમો ડાયરેકટ ટેક્ષેશન હેઠળ આવતા હતા અને ત્યાર બાદ જુલાઈ 2018 માં તેઓને  GST માંથી મુકિત આપવામાં આવેલી. પરંતુ GST  અમલીકરણમાં આવા સેનેટરી નેપકીન એકમો ઉપર 12%  GST મલ્ટીપલ સ્ટેજમાં દાખલ કરવામાં આવેલ. સ્થાનીક ઉત્પાદકો ઈનપુટ ટેકસનું ચુકવણું કરે છે પરંતુ ટેક્ષ ક્રેડીટ મેળવી શકશે નહી. આ સંજોગોમાં તેઓ ટેક્ષબેનીફીટ મેળવે તેવા પ્રાવધાન કરવા જરૂરી છે. 

ખાદ્યતેલ ઉત્પન્ન કરતા એકમો માટે ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર અને ઈનપુટ ક્રેડીટ માટે અનયુટીલાઈઝડ એકયુમીલેશનGST કાયદાના સ્થાપીત હેતુઓને અનુરૂપ ન હોવાને કારણે ઈંઝઈ ઉપર 0.76% જેટલું એકયુમીલેશન વધવા પામે છે. આ રીસ્ટ્રીકશનને કારણે મળવાપાત્ર રીફંડ એકયુમેલેટેડ ઈનપુટ ટેકસ ક્રેડિટના રૂપમાં ફંડ બ્લોકેજ જેવી સમસ્યા ઉદભવે છે. ખાદ્યતેલની ઉત્પાદન પ્રક્રિયા મુજબ રો-મટીરીયલ્સ (ક્રુડ વિગેરે) માંથી ખાદ્યતેલમાં રૂપાંતરીત કરવા માટે 5.76% જેટલું ઈનપુટ થવા પામે છે. કે જેની સામે GST નો દર 5% વસુલવામાં આવે છે. તો આ રીતે 0.76% જેટલો ઈંઝઈ માં વધારો થવાથી ફંડ બ્લોકેજ નો પ્રશ્નો ઉદભવતો હોય આ અંગે યોગ્ય નિરાકરણ લાવવું.

CGST ને લગતા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે PGRC કમિટી કાર્યરત છે અને તેની દર ત્રણ મહિને મિટીંગ મળે છે. તે મુજબ SGST વિભાગ દ્વારા ઙૠછઈ કમિટીની રચના કરવામાં આવે અને તેમાં ચેમ્બર / એસોસીએશનના પ્રતિનિધિઓનો સમાવેશ કરી દર ત્રણ મહિને મિટીંગ બોલાવવી. જેથી કરીને GST અંતર્ગત વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવી શકાય.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj