ગીરગઢડા,તા.3
ગીર ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા જલારામ વાડી ખાતે નવનિયુક્ત પીએસઆઇ એન.બી.ચૌહાણ ની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નવા કાયદાના અમલીકરણ તથા "ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી" ના અનુસંધાને પ્રજાને લાગતા પ્રશ્નોની રજૂઆત અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા બાબતે તથા ચોરીઓના ગુના અટકાવવા માટે તાલુકા પંચાયત તરફથી તથા ગ્રામ પંચાયત તરફથી વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા માં આવે તે અંગેની તથા ગેરકાયદેસર વ્યાજ ખોરીના દૂષણોને ડામવા અને વ્યાજખોરોનો ભોગ બનનાર પીડિતો અને વ્યાજખોરોની ચુંગલ માંથી મુક્તિ અપાવવા જરૂરી ચર્ચાઓ કરવામાં આવેલ હતી આ મીટીંગમા ગીર ગઢડા તાલુકાના રાજકીય આગેવાનો તથા સામાજિક કાર્યકરો પત્રકાર મિત્ર સહીત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા (ફોટો-ઈરફાન લીલાણી-ગીર ગઢડા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy