રાજકોટ:તા 2
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ડી.જી.એફ.ટી. - ભારત સરકાર ના સહયોગથી આગામી તારીખ મમ થી 14 જુલાઈ 2024 ના રોજ 4 દિવસની આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ,બી 2 બી મીટ અને ફેકટરી વિઝિટ નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં બુર્કિના ફાસો, ટોગો. ટીનિસૂયા. ડી.આર કોંગો, ઝામ્બિયા, ફીજી, ઘાના, નેપાળ અને ઝિમ્બાબ્વે ના બિઝનેસમેન ભાગ લેશે. ઝામ્બિયા અને ફીજી દેશના હાઈ કમિશ્નર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે જયારે રોહિત સોની, જોઈન્ટ ડી.જી.એફ.ટી રાજકોટ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ છેલ્લા 10 વર્ષથી વિદેશી બિઝનેસ પ્રતિનિધિ મંડળોને નિમંત્રિત કરીને નિકાશ વેપાર વૃદ્ધિ માટે કાર્ય કરીરહેલ છે. આ દરમ્યાન લગભગ 60 કરતા વધુ દેશો માંથી 1200 કરતા વધુ બિઝનેસમેન રાજકોટની મુલાકાત લઇ ચુક્યા છે . આ બિઝનેસમેન દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રના લગભગ 500 જેટલા ઉદ્યોગોની મુલાકાત લીધેલ. 10 વર્ષના સમયગાળા દરમ્યાન લગભગ 3000 કરોડનો નિકાશ વેપાર થયાનો અંદાજ લગાવી શકાય છે.
આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ,બી 2 બી મીટ અને ફેકટરી વિઝિટ માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ રાજકોટ ના ઇ મેઇલ president. svumgmail. com પર રજીસ્ટ્રાર કરાવું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy