ઉના,તા.3
ઉના તાલુકાના નાલીયા માંડવી ગ્રામપંચાયત હસ્તકની જમીન પર 74 પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી ત્યાર પછી આ જમીન માં બોગસ રેકર્ડ ઊભું કરીને 100 જેટલાં બોગસ પ્લોટ ઊભાં કરીને લાખો રૂપિયા માં વેંચી દેવાયેલ હોવાનું તપાસ સમિતિ એ જીલ્લા કક્ષાએ રીપોર્ટ કર્યા બાદ આ બાબતે તપાસ નહીં થતાં ભુમાફિયા અને બોગસ પ્લોટ ખરીદનારા લોકો પ્લોટ પર કબ્જા કરવાં લાગ્યાં હતાં
આ બાબતે સરપંચ પ્રતિનિધિ દ્વારા તપાસ કરી તાત્કાલિક આ પ્લોટ કૌભાંડની તપાસ કરવા રજૂઆત કરાતાં વિવાદાસ્પદ પ્લોટ કૌભાંડ સ્થળે ગઈકાલે મંગળવારે સવારે અચાનક નાલીયા માંડવી પાસે થયેલાં પ્લોટ કૌભાંડ સ્થળે ગીર સોમનાથ જીલ્લા નાયબ ડીડીઓ સરખરા તેમજ તાલુકા વિકાસ અધિકારી કાળાભાઈ ચાવડા, વસંતભાઈ ગઢીયા તલાટી મંત્રી ડોડીયા સહિતનાં અધિકારી એહમદપુર માંડવી સ્થળની મુલાકાત લીધી હતી આ ઊપરાંત સનખડા, ઓલવાણ, ભીંગરણ નાથડ સહિતનાં ગામોની મુલાકાત લીધી હતી
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ગામે મોટાં પાયે દબાણો થયાં હોવાનું અને તે અંતર્ગત ફરીયાદો ઉભી થઇ છે તે બાબતે દબાણો વાળા સ્થળ ની મુલાકાત કરી હતી અને દબાણો કર્તા ને દબાણો દુર સ્વૈચ્છિક રીતે કરી લેવાં સુચનાઓ આપી તતડાવ્યા હતાં તેમજ નાથડ ઓલવાણ ભીંગરણ ગામે તો દબાણો દુર કરવા લેખીત આદેશ કર્યા હોવાનું કહેવાય છે
જીલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા પણ મૂલાકાત લઈ આ મામલે ઉના દેલવાડા નાલીયા માંડવી ની મુલાકાત કરશે અને એહમદપુર ચેકપોસ્ટ નજીક સરકારી જમીનમાં આચરાયેલ પ્લોટ કૌભાંડ સ્થળે નિરિક્ષણ કરશે આ ઊપરાંત જેતે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલાં નેશનલ માર્ગ અને ગૌચર સરકારી જમીન માં થયેલાં દબાણો અંગે કાર્યવાહી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી અને જમીનો પર થયેલાં દબાણો નું આક્રમણ અંગે ચર્ચા કરવામાં આવશે તેવું અધિકારી વર્ગ માં ચર્ચા ઊઠી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy