ચોમાસુ ઋતુમાં માછીમારીમાં બે માસનું વેકેશન પડતા સામાજિક પ્રસંગો શરૂ

અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે સાગર ખેડૂઓના આંગણે લગ્નોત્સવની શરણાઇઓ ગુંજી: લગ્નસરાનો પ્રારંભ

Local | Amreli | 03 July, 2024 | 12:30 PM
બંદર ઉપર રોશનીનો શણગાર : દિકરા-દિકરીની સગાઇ, લગ્ન સાથે અનેક સામાજિક, ધાર્મિક પ્રસંગોની ઉજવણી : ઘરે-ઘરે લગ્નોત્સવનો આનંદ : બજારોમાં ખરીદીની રોનક દેખાઇ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 2
જાફરાબાદ કે જે અરબી સમુદ્ર કિનારે વસેલું બંદર છે. અહીં વસવાટ કરતા ખારવા સમુદાયમાં અષાઢ માસ એટલે સાગરખેડૂ ઓમા લગ્નોના આનંદ મંગલનો અવસર કહેવાય છે. દરિયામાં એક થી બે માસનું માછીમારી વેકેશન આવતા જ સાગરખેડૂ પરિવારોમાં લગ્ન સરાની સિઝનની ધૂમ મચી છે. બંદર પર રોશનીનો ઝગમગાટ, દિકરા દિકરીઓના લગ્ન લેવાયાં બજારમાં ખરીદી નીકળી ઢોલ શરણાઈ ડીજે ના નાદ ગૂંજીયા ગોરબાપાના મંગલ શ્લોકો સાથે લગ્નનો માહોલ છવાયો.

હાલ ઘરેઘરે લગ્નની શરણાઈઓ અને ડીજે ઢોલ ઢબૂકી ઊઠે છે. લગ્નોના કારણે દીકરા દીકરીઓના લગ્નની ખરીદી કરતા હોવાથી વેપારીઓને પણ બજારમાં રોનક દેખાવા લાગે છે.

સાગરખેડૂઓ સ્થાનિક ખરીદી ઉપરાંત રાજુલા, ઉના, મહુવા, સુરત, વેરાવળ, પોરબંદર, મુંબઈ, ખરીદી માટે જાય છે. ખારવા સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેકઠેકાણે લગ્નના મંડપો રોશનીથી સજાવવામાં આવ્યા છે. હાલ માછીમારી સિઝનની બંધ હોય નવથી આઠ માસ દરમ્યાન સાગરખેડૂ દરિયો ખેડવા જાય છે. મહા મહિનાના પંદર દિવસ સમાજિક કર્યો માટે બોટો બંધ રાખવામાં આવતી હોય છે.

તે દરમિયાન ખારવા સમાજમાં સગાઇ તેમજ લગ્ન માંગવામાં આવે છે. આઠ માસ પછી સિઝનનું વેકેશનમાં અષાઢ મહિનામાં એટલે ચોમાસામાં માંગલિક પ્રસંગો એટલે લગ્નના આ રૂડાં અવસર માટે અગાઉથી છોકરી વાળા લાડકવાયી દીકરી માટે તમામ કરિયાવર દાગીના થી લઈને તમાંમઘરવખરીની ખરીદી કરવામાં આવે છે. છોકરાવાળા લુગડા તેમજ વરરાજાઓના ઘરના તમામ પરિવારોની ખરીદી કરવા માટે પણ જતા હોય છે. સમાજિક કર્યો મારી ફરી દરિયા દેવનો ખોળો ખુદવા સાગરખેડૂ જતા હોય છે. 

સાગરખેડુઓ હાલમાં જાફરાબાદ ખારવા સમાજમાં લગ્નસરાની મોસમ ચાલું છે પહેલા ખારવા સમાજમાં સમુહલગ્ન યોજાતા ત્યારે સૌ સમુહ લગ્નમાં જોડાતા પરંતુ ધીમે ધીમે લોકોમાં સમજણ આવી એટલે હવે ઘરે ઘરે લગ્ન કરી રહ્યા છે. સમુહ લગ્નમાં ફક્તતને ફક્ત રાજકીય મેળાવડા સીવાય કશું હોતું નથી લોકો ઘરેઘરે લગ્નમાં સૌ પરિવારો સાથે ખુબજ ઉત્સાહ સાથે ઘરોમાં રંગરોગાન તથા રંગબેરંગી લાઈટિંગથી ઘરને અને ઘર આંગણે મંડપને પણ શણગારવામાં આવે છે.  

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj