વેરાવળ ખારવા લોધી જ્ઞાતિના પટેલ તરીકે સતત બીજી વાર મોહનભાઇ ભારાવાલાની વરણી

Local | Veraval | 03 July, 2024 | 12:29 PM
સાંજ સમાચાર

વેરાવળ તા.3
વેરાવળ ખારવા લોધી જ્ઞાતિ, (હોડી એશો.) નાં પટેલ તરીકે સતત બીજી વખત મોહનભાઈ છગનભાઈ ભારાવાલા ની વરણી કરાયેલ હતી જયારે પટેલ દ્વારા તેમના ઉપર મુકાયેલ વિશ્ર્વાસને સાર્થક કરવાની ખાત્રી આપી હતી.

આ અંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ધનજીભાઈ ફોફંડીએ જણાવેલ કે, વેરાવળ ખારવા સમાજની પરંપરા અને રીતરિવાજ મુજબ સમસ્ત ખારવા સમાજ સાંગરપુત્ર ફાઉન્ડેશન હેઠળની સંસ્થા ખારવા લોધી જ્ઞાતિ, (હોડી એશોશીએશન) નાં પટેલ, ઉપપટેલ તથા પંચ ચોવટીયાઓની વર્ષ 2024-25 માટે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.

જેમાં પટેલ મોહનભાઈ છગનભાઈ ભારાવાલા દ્વારા સામાન્ય સભામાં વર્ષ 2023-24 નાં હિસાબો તેમજ કામોની વિગતો રજૂ કરાઈ હતી, પટેલ તથા તેની ટીમ દ્વારા કરાયેલ કામકાજોની નોંધ લઇ વર્ષ 2024-25 માટે મોહનભાઈ છગનભાઈ ભારાવાલાની પટેલ તરીકે સર્વાનુમતે સતત બીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી અને પટેલ તેમજ પંચ સભ્યો તરીકે ચુંટાયા બાદ સમાજની વિધીવત પ્રણાલિકા મુજબ સાફો બાંધી પ્રથમ કામનાથ મહાદેવનાં દર્શન કર્યા બાદ સમસ્ત ખારવા સમાજનાં કાર્યાલય ખાતે સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી દ્વારા મોહનભાઈ ને હારતોરા કરેલ હતા. 

નવી ટર્મમાં મોહનભાઈ છગનભાઈ ભારાવાલાની સાથે ઉપપટેલ લાભુભાઈ ખીમજીભાઈ ગોહેલ, ધનસુખ હરીલાલ વણીક, ચોવટીયા રામજી દેવજી કુહાડા, કાનજી હરિભાઈ ભારાવાલા, અર્જુન ખીમજીભાઈ મરવી, દિપક પ્રેમજીભાઈ માલમડી, જાદવભાઈ રામજીભાઈ ગોહેલ, કેશવભાઈ શામજીભાઈ ગોહેલ, હરેશભાઈ રામજીભાઈ બાદરશાહી, નરશીભાઈ માવજીભાઈ ચોમલ, મોનજીભાઈ શામજીભાઈ વાંદર, નવીનભાઈ ધનસુખભાઈ ફોફંડીની વરણી થયેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે. 
(તસ્વીર મીલન ઠકરાર - વેરાવળ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj