(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.3
આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી 03 જુલાઇ 2024 થી આઇ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે.
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા www.ikhedut. gujarat. gov. પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટ વર્ષ 2024-25 માં કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે આઇ ખેડૂત પોર્ટલ આજે સવારે 10:30 કલાકે થી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકાયું છે તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy