રાજકોટ, તા.1
ગુજરાત રાજય સંગીત નાટક અડાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી આકાર ઇવેન્ટ્સના નયન ભટ્ટ અને મૃણાલિની ભટ્ટ દ્વારા ભકિત સંગીત સમારોહ ’એક તારો આધાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગાયક કલાકાર ગીતા ચૌહાણ, ઉર્વશી પંડયા, સંદિપ પ્રજાપતિ, કુમાર પંડયા, અનિલ પટેલ અને વાધ્યવૃંદ મનીષ જોષી, વિક્રમ સોલંકી, મિલન પંડયા, જીજ્ઞેશ ગોસ્વામી, કલ્પેશ કાચા સહિતનાઓએ કલા પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં મહેમાન તરીકે જીલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરા, સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના મહામંત્રી ડો.અતુલ વ્યાસ તેમજ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ વિપુલ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નયન ભટ્ટ, મૃણાલિની ભટ્ટ, ચેતન ટાંક, રમીઝ સલાની સહિતનાઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy