જેતપુરના કારખાનામાં કામ કરતા નવ બાળ મજૂરોને મુકત કરાવાયા

Local | Dhoraji | 03 July, 2024 | 12:21 PM
ત્રણ કારખાનેદારો સામે ગુનો દાખલ
સાંજ સમાચાર

(દિલીપ તનવાણી)
જેતપુર તા.3
 જેતપુર શહેરને સાડી ઉદ્યોગ આશીર્વાદ રૂપ છે તેમ અભીશ્રાપ પણ છે. આ ઉદ્યોગમાં હજારો લોકોને રોજીરોટી મળે છે. શહેરનો વિકાસ થાય છે પરંતુ તેની બીજીબાજુ હવા અને પાણીનું પ્રદુષણ લોકો માટે અભીશ્રાપ બની જાય છે. આટલું ઓછું હોય અમુક કારખાનેદારો બીજા રાજયોમાંથી ઠેકેદારો મારફત માસુમ બાળકોને બોલાવી વેઠ કરાવતા હોય છે.

 આવી બાતમી મળતા ગત રોજ સરકારી શ્રમ અધિકારી ડો. દિશા આર. કાનાણી, એ.બી. ચંદારાણા, બી.પી. પંચાસરા, એચ.એ. ચોટલીયા, બચપન બચાવો એનજીઓના શીતલબેન, દામીની પટેલ, અભીષેક પરમાર, ભાવેશ ઠાકર, વિશાલ ઠાકર, દેવાંસી ટાંક, મયુરભાઈ વીરડા, મનોજભાઈ બાપલ સમગ્ર ટીમે ધોરાજી રોડ પર આવેલ રાધે ફોલ્ડીંગ નામના કારખાનામાં રેડ કરતા 12-13 વર્ષના ત્રણ માસુમ બાલકો વેઠ કરતા હોય કારખાનાના માલીક કુલદીપ રમેશભાઈ નારીયા (રહે.ડોબરીયા વાડી)ને પકડી પાડેલ.

 તેમજ આજ વિસ્તારમાં તત્કાલ ચોકડી પાસે રાધે કેલેન્ડર નામના કારખાનામાં પણ બાળ મજુરી કરાવતા હોય ત્યાં રેડ કરતા 13 વર્ષનો બાઈક વેઠ કરતો મળી આવતા ટીમે ચારેય બાળકોને બાળ મજુરીમાંથી છોડાવી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપતા બાળકોને બાળ સુરક્ષા ગૃહ રાજકોટ ખાતે મોકલી આપેલ અને રાધે કેલેન્ડરના પાર્ટનર કલ્પેશ એચ. નારીયા તથા ભરત મગનભાઈ નારીયા (પાર્ટનર) રહે. કોટડીયા વાડી તથા રાધે ફોલ્ડીંગના માલીક કુલદીપ રમેશભાઈ નારીયા ત્રણેય વિરૂધ્ધ ચાઈલ્ડ લેબર એકટ-3 તથા 14 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj