(જીગ્નેશ ભટ્ટ)
મોરબી, તા.3
વાંકાનેર સિટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કેરાળા ગામના બોર્ડ પાસેથી સ્કૂટર નંબર જીજે 36 એએમ 7499 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કરતા તે શખ્સની પાસેથી દારૂની નાની 80 બોટલ મળી આવી હતી.
જેથી કરીને પોલીસે 8,000 રૂપિયાની કિંમતનો દારૂ, 5,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ અને 30,000 ની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 43 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અમિતભાઈ ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ જાતે મકરાણી (27) રહે. ચંદ્રપુર પાણીના ટાંકા પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો. તે દિશામાં પોલીસ આગળની તપાસ શરૂ કરી છે.
બાળક સારવારમાં
ટંકારા ખાતે આવેલ છાપરી નજીક રહેતા પરિવારનો સાત વર્ષનો બાળક આશિષ પ્રકાશભાઈ બારૈયા ઘર પાસે ઝેરી જનાવર કરડી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy