બગસરામાં વિદેશી દારૂની 11 બોટલ સાથે એકની અટકાયત

Local | Amreli | 03 July, 2024 | 12:16 PM
સાંજ સમાચાર

અમરેલી, તા.3
બગસરા, નટવરનગર, નવલખા બંગલા પાસે રહેતા અક્ષયરાજ ઉર્ફે દુડી દેવેન્દ્રભાઇ ઉર્ફે બટુકભાઇ ધાધલ તા. 1 ના રોજ સાંજે પ વાગ્યે ટાઉનમાંથી પોતાના કબ્જામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની સ્પેશ્યલ વિસ્કી કંપની રીંગપેકની 7પ0 એમ.એલ.ની બોટલ નંગ-11 કિંમત રૂપિયા 3740 ના મુદામાલ રાખી રેઇડ દરમ્યાન મળી આવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. 

ધારીનાં ફાચરીયા ગામનાં પ્રૌઢ ખેડૂતને ધમકી મળી
ધારી તાલુકાના ફાચરીયા ગામે રહેતા રજનીકાંત કાંતિલાલ બોસમીયા નામનાં 49 વર્ષિય ખેડુતને ખાંભા તાલુકાનાં જામકા ગામે રહેતા હેમેન્દ્રભાઇ જીલુભાઇ કોટીલા તથા ધારી ગામે રહેતા રાજુભાઇવાળાએ ખેડૂતને વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધીરી (આપી) અને બન્ને આરોપીઓએપોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ તે નાણાની ખેડૂત પાસે પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. 

રાજુલાનાં ચૌત્રા ગામનાં ભાર રિક્ષા ચાલક ઉપર 4 ઈસમોનો હુમલો
રાજુલા તાલુકાના ચૌત્રા ગામે રહેતા અનકભાઇ જીણાભાઇ લૈયા નામનાં 38 વર્ષિય ખેડુત યુવકનાં માસીયાઇ ભાઇ બાવકુભાઇ બાલુભાઇ વરૂ છ મહિના પહેલા મરણ ગયેલ હોય અને તે પહેલા ખેડુત યુવકની સાથે જ રહી ભાર રિક્ષા ચલાવતા હોય. તેમને તે જ ગામે રહેતા આરોપી પ્રતાપભાઇ બોરીચા, જયરાજભાઇ ભુરાભાઇની સાથે રિક્ષા ચલાવવા બાબતે માથાકુટ થતી હોય.

તે બાબતનું મનદુ:ખ રાખી તા.1 ના આશરે સવા અગિયારેકથી સાડા અગિયારેક વાગ્યે આરોપી પ્રતાપભાઇ બોરીચા, જયરાજભાઇ ભુરાભાઇ સહિત 4 આરોપી ભાર રિક્ષા લઇ આવી હાથમાં કુવાડા વડે ખેડૂત યુવકના ડાબા પગના નળાના ભાગે જમણા ખંભાના ભાગે મુંઢ ઇજા કરી તથા ખેડૂતના મોટા ભાઇને ડાબા પગ ઉપર લાકડાના ધોકાથી ચાર-પાંચ ઘા મારી મુંઢ ઇજા કરી ખેડૂતના ભાણેજ ઉમેશભાઇને આરોપીએ ડોકના ડાબા પડખે લોખંડના પાઇપથી એક ઘા મારી ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયેલ છે. 

ચાવંડ નજીકનાં કલ્યાણધામ પાસેથી વિદેશી દારૂની 1ર બોટલ ઝડપાઈ
બાબરા ગામે આવેલ મફત પ્લોટમાં રહેતા આરોપી રૂપેશભાઇ  તળશીભાઇ કાવઠીયા તા. 1 ના સાંજના પ કલાકે ચાવંડ ગામ કલ્યાણધામ બસ સ્ટેન્ડ પાસે વગર પાસ પરમીટે પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો વિદેશી ઇંગ્લીશ દારૂની બોટલો વ્હિસ્કી 7પ0 મી.લી. રીંગપેક કુલ બોટલ નંગ-1ર કિંમત રૂપિયા 4ર7ર ના પ્રોહી મુદ્ામાલ સાથે  પકડાઇ જતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj