જામખંભાળીયા, તા. 3
ખંભાળિયામાં હકદાર વ્યક્તિઓને વિનામૂલ્યે અને સક્ષમ કાનૂની સેવા ઉપલબ્ધ કરાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લામાં તમામ ચાર તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતે સિવિલ, ક્રિમિનલ, ફેમિલી મેટર્સ, જુવેનાઈલ, લેબર, ડ્રાફટીંગ અને કન્વેંસીંગ, રેવન્યુ, કન્ઝ્યુમર વિગેરે જેવી સક્ષમ વિષયોને આવરી લેતી સુદ્રઢ પેનલમાં જોડાવા ઇચ્છતા વકીલો જરૂરી ફોર્મ ખંભાળિયામાં આવેલું જિલ્લા અદાલત સ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચેરીમાંથી મેળવીને તા. 31 સુધીમાં ભરીને આ કચેરીને જમા કરાવવાનું રહેશે.
આ અંગેના ફોર્મ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખા તાલુકા અદાલત ખાતે લગત તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતેથી પણ મેળવી શકાશે. ઈચ્છુક ઉમેદવાર વકીલોનો ત્રણ વર્ષનો પ્રેક્ટીસ કરતા હોવાનો અનુભવ હોવો આવશ્યક છે.
પેનલ એડવોકેટ, રીટેનર એડવોકેટોને તેમની કામગીરી અનુસાર નાલસા અને સાલસા ((NALSA/SLSA) ના નિયમોનુસાર માનદ વેતન સિવાય અન્ય કોઈ રકમ ચુકવવામાં આવશે નહી. જેમાં પેનલ એડવોકેટોને પ્રત્યેક કેસ દીઠ મહત્તમ રૂ. 30 હજારની મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રત્યેક ઈફેક્ટીવ હીયરીંગ માટે રૂ. 1,000 તથા પ્રત્યેક નોન ઈફેક્ટીવ હીયરીંગ માટે રૂ. 500 ચૂકવવામાં આવશે. પરચૂરણ અરજીઓના ડ્રાફ્ટીંગ માટે રીઝોલ્યુશનમાં જણાવ્યા મુજબ પરચૂરણ ખર્ચ ચૂકવવામાં આવશે.
રીટેનર એડવોકેટને ડી.એલ.એસ.એ. કચેરીની ફ્રંટ ઓફીસ ખાતે ફરજ બજાવવા માટે પ્રતિ માસ 15,000 થી ઓછુ ન હોય તેટલું તથા TLSC કચેરીની ફ્રંટ ઓફીસ ખાતે ફરજ બજાવવા માટે પ્રતિ માસ 10,000 થી ઓછુ ન હોય તેટલું માનદ વેતન ચૂકવવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy