રાજકોટ:તા 2
પીજીવીસીએલ ના મુખ્ય ઈજનેર (ટેક્નીકલ) આર.સી.પટેલ નો આજે જન્મદિવસ છે.રજનીકાંત સી. પટેલ જેમનું મૂળ ગામ્ કાલાવડ (શીતળા), તા. કાલાવડ છે તેમનો અભ્યાસ ’બી.ઈ.(પાવર ઇલેક્ટ્રોનીક્સ), સ્પેશીયલ એલ.એલ.બી., ખજઠ પૂર્ણ કરી છેલ્લા 34 વર્ષ થી જી.ઈ.બી. અને હાલ પીજીવીસીએલ સાથે સંકળાયેલા છે.
તેમની કારકિર્દીની શરુઆત જુનીયર ઈજનેર તરીકે 21.04.1990 ના રોજ છઊઈ-2 સબ ડીવીઝન - કાલાવડ ખાતે કરેલ ત્યાર બાદ સતત તેમની કુનેહ અને વહીવટી કાર્યદક્ષતા દ્વારા પ્રમોશન મેળવી નાયબ ઈજનેર, કાર્યપાલક ઈજનેર, અધિક્ષક ઈજનેર, વિશેષ મુખ્ય ઈજનેર અને હાલ મુખ્ય ઈજનેર તરીકે અવિરત સેવા આપી રહ્યા છે.
તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન કાલાવડ, વડીયા, શાપર વેરાવળ, કાલાવડ રોડ રાજકોટ, એચ.ટી.-2 સબ ડીવીઝનો, રાજકોટ સીટી-1, ધોરાજી અને મોરબી ડીવીઝન ઓફીસો તેમજ અધિક્ષક ઈજનેર તરીકે પ્રમોશન મેળવી જુનાગઢ વર્તુળ કચેરી ખાતે ફરજ બજાવેલ ત્યાંથી વિશેષ મુખ્ય ઈજનેર તરીકે પ્રમોશન મેળવી રાજકોટ કોર્પોરેટ ઓફીસ ખાતે નિમણુક મેળવેલ. હાલ આર.સી. પટેલ રાજકોટ- કોપોરેટ ઓફીસ ખાતે પીજીવીસીએલના મુખ્ય ઈજનેર (ટેકનીકલ) તરીકે મહત્વની જવાબદારી વહન કરી રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિતે પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમના મો નં. 75676 44929 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy